Shani: વર્ષ 2021માં કઈ રાશિના જાતકોએ સહન કરવો પડશે શનિનો પ્રકોપ અને કોના પર થશે કૃપા...ખાસ જાણો
મેષ- નવા વર્ષમાં મુખ્ય રીતે શનિ તમારા માટે ખુબ શુભ છે. નોકરી અને ધનના મામલે તમને અપાર સફળતા મળશે. તમે અનેક બદલાવોથી બચો, નવા કારોબારની શરૂઆતમાં વધુ ઉતાવળ ન કરો.
વૃષભ- આ વર્ષ તમારા માટે શનિનો પ્રભાવ સારો રહેશે. શનિ દેવ તમને સંપત્તિ અને વાહનનું સુખ આપશે. મોટું સ્થળ પરિવર્તનના યોગ પણ બની શકે છે. રોજગારના મામલે મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
મિથુન- આ રાશિના જાતકો માટે શનિ આ વર્ષે સંઘર્ષ અને કૌટુંબિક સમસ્યાઓ લાવી શકે છે. ખુબ પરિશ્રમ બાદ જ આ વર્ષે સફળતાના આસાર દેખાય છે. પહેલા ચાર મહિના ખુબ સાવધાની રાખો.
કર્ક- આ રાશિના જાતકો પર શનિની કૃપા આખું વર્ષ રહેશે. વિવાહ હોય કે સંતાન કે પછી આર્થિક મામલે તમને સફળતા મળશે. લવ મેરેજના યોગ છે. પરણિતોના સાથી સાથેના સંબંધ વધુ મજબૂત થશે.
સિંહ- સિંહ રાશિના જાતકો માટે શનિની સ્થિતિ ઠીક નહીં રહે. કરિયર અને વાદ વિવાદની સમસ્યા થઈ શકે છે. પ્રોપર્ટીના વિવાદથી દૂર રહો. જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે.
કન્યા- કન્યાવાળા માટે શનિ આ વર્ષે લાભકારી રહેશે. ધન અને સંતાન મામલે ઉત્તમ રહેશે. નોકરી કારોબારમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આ વર્ષે કઈક નવું શરૂ કરી શકો છો.
તુલા- તુલા રાશિના જાતકો માટે શનિ આ વર્ષે સંઘર્ષ વધુ લઈને આવશે. કરિયર અને ધન માટે સમસ્યાઓ વધી શકે છે. કરજ અને ખર્ચા વચ્ચે આર્થિક તંગી દસ્તક આપી શકે છે. જૂનથી સ્થિતિઓમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. બધુ મળીને શનિની સ્થિતિ યોગ્ય જણાતી નથી.
વૃશ્ચિક- આ વર્ષે શનિ દેવની કૃપાથી કરિયર અને સ્થાનમાં પરિવર્તન થઈ શકે છે. ધન અને સમ્માનની સ્થિતિ ઠીક રહેશે. પ્રોપર્ટીનો લાભ રહેશે. રોકાણ કરવા માટે પણ અનેક ઉત્તમ યોગ બનશે.
ધનુ- આ રાશિના જાતકોને શનિની કૃપાથી કરિયરમાં ખુબ સફળતા મળશે. ઘરથી દૂર કે વિદેશ જવાના ઉત્તમ યોગ બને છે. પાર્ટનરના વ્યવહારમાં ચિડચિડાપણું આવી શકે છે. તમારા પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મકર- આવનારું વર્ષ તમારા જીવનમાં અનેક ફેરફાર લાવશે. શનિના કારણે તમને ઉત્તમ કરિયર મળશે. સંપત્તિ લાભ અને સ્થાન પરિવર્તનના યોગ બનતા જોવા મળે છે. નોકરી અને કારોબારમાં જબરદસ્ત સફળતા મળવાના આસાર છે.
કુંભ- આવનારા વર્ષમા શનિ તમારી પાસેથી ખુબ મહેનત કરાવશે. કરિયર અને ધનની સ્થિતિઓ બધુ મળીને સાધારણ રહેશે. પરંતુ ધ્યાન રાખો, સ્વાસ્થ્ય અને ઈજાના કારણે પરેશાની થઈ શકે છે.
મીન- વર્ષ 2021માં શનિ તમને કરિયરના મામલે ખુબ લાભ આપશે. આ વર્ષે તમારી પાસે અનેક મોટી તક આવશે. પરિવારમનાં લાંબા સમયથી ચાલી આવતી તમામ મુશ્કેલીઓ દૂર થવાની સાથે તમારા શત્રુ અને વિરોધી પણ પરાસ્ત થશે.