Be Happy Always: બીજાને નહીં પહેલા પોતાને ખુશ રાખો... આ ટીપ્સ અપનાવી ટેન્શનને કહી દો બાય બાય...

Mon, 11 Mar 2024-11:52 am,

જવાબદારીઓના કારણે લોકો પાસે આરામથી બેસીને પોતાના માટે વિચારવાનો પણ સમય નથી હોતો. અલગ અલગ પ્રકારના ટેન્શનને તો એક સાથે દૂર નથી કરી શકાતા પરંતુ દિવસ દરમિયાન બધું જ ભૂલીને થોડો સમય પોતાના માટે કાઢો. તમને ખુશી મળે એવું એક કામ દિવસ દરમિયાન કરી લેવું. બીજાને ખુશ રાખવાને બદલે પહેલા પોતાને ખુશ રાખો. 

સ્ટ્રેસ દૂર કરવા માટે રોજ 15 મિનિટ પોતાના માટે કાઢો અને એકલા વોક પર નીકળી જાઓ. આ સમય દરમિયાન કામનું ટેન્શન છોડીને તમને ખુશી મળે તેવી વાત પર ધ્યાન આપો. આ 15 મિનિટના સમય કોઈપણ જાતનું ટેન્શન લેવું નહીં. આ 15 મિનિટના સમયમાં તમે તમારા ચહેરા પર સ્માઈલ લાવી શકો છો.

જો તમે સતત ટેન્શનમાં રહો છો તો સૌથી પહેલા પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનું રાખો. તમને ભાવતી કોઈ વાનગી બનાવીને ખાવ કે પછી તમને ગમતા ગીતો સાંભળો. દિવસ દરમિયાન થોડો સમય આ કામ કરી લેશો તો તમે દિલથી ખુશ રહેવા લાગશો.

જો તમને વાત વાત પર ગુસ્સો આવવા લાગે છે અને કામના ટેન્શનમાં આવું વારંવાર થાય છે તો નિયમિત રીતે યોગ અને મેડીટેશન કરવાની શરૂઆત કરી દો. તેનાથી મન શાંત રહેશે. કારણ કે તમે એ લોકોને તો બદલી શકતા નથી જેના પર તમને ગુસ્સો આવે છે પરંતુ ગુસ્સો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમારા મનને શાંત કરે તેવી એક્ટિવિટી કરો.

ખાલી બેસીને મોબાઇલ ફોનમાં કે વધારે વિચાર કરીને ચિંતા કરવાની બદલે કોઈ સારું પુસ્તક વાંચવાની ટેવ પાડો. નિયમિત રીતે પુસ્તક વાંચવાનું શરૂ કરશો તો તમારા મનમાંથી ઉદાસી દૂર થઈ જશે અને ખુશીઓ આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link