Charge Smartphone Without Charger: ચાર્જર વગર કેવી રીતે કરશો તમારો ફોન ચાર્જ? ફટાક દઈને ફૂલ થઈ જશે બેટરી

Sun, 29 Dec 2024-10:14 am,

જો તમારી પાસે USB કેબલ છે, તો તમે તમારા ફોનને લેપટોપ કે કોમ્પ્યુટરના યૂએસબી પોર્ટમાં લગાવીને ચાર્જ કરી શકો છો. દરેક લેપટોપ અને કોમ્પ્યુટરમાં યૂએસબી પોર્ટ હોય છે, જેનાથી તમે તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

જો તમે સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગનું ફીચર છે અને તમારી પાસે વાયરલેસ ચાર્જર છે, તો તમે તમારા ફોનને ચાર્જ કરવા માટે તેણે ચાર્જિંગ પેડ પર રાખી શકો છો. વાયરલેસ ચાર્જિંગનું ફીચર પ્રીમિયમ સ્માર્ટફોન્સમાં હોય છે.

અમુક નવા સ્માર્ટફોન્સમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગનું ફીચર હોય છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારા ફોનને એક ચાર્જિંગ ડિવાઈસમાં બદલી શકો છો અને બીજા ડિવાઈસ જેવા કે વાયરલેસ ઈયરબડ્સ કે સ્માર્ટવોચને ચાર્જ કરી શકો છો.

સોલર ચાર્જર એક એવું ડિવાઈસ છે જે સૂર્યની રોશનીથી વિજળી પૈદા કરે છે અને તેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે કરી શકો છો.

પાવર બેંક એક પોર્ટેબલ બેટરીની જેમ હોય છે જેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે કરી શકો છો. જો તમે કારમાં છો, તો તમે કાર ચાર્જરનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link