ફોનના ખૂણે-ખૂણે જામેલી ગંદકી નિકળી જશે બહાર, આ ટિપ્સની મદદથી ચમકી જશે ફોન
સૌથી પહેલા અમે તમને જણાવીએ કે મોબાઈલ ફોનની સ્ક્રીન ગંદી થઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે તમારે કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. તેથી તમારે જાણવું જોઈએ કે જો તમારો મોબાઈલ ફોન ગંદો થઈ જાય છે તો તમારે તેને કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારના પ્રવાહીથી સાફ ન કરવો જોઈએ.
આમ કરવાથી ફોનની સ્ક્રીન ખરાબ થઈ શકે છે. આ સ્ક્રીનને ક્યારેય પણ ટિશ્યુ પેપર અથવા તેના જેવી સખત વસ્તુઓથી સાફ ન કરવી જોઈએ.
હવે જાણો મોબાઈલ ફોનની ગંદી સ્ક્રીન (Mobile Phone Cleaning Tips) ને સાફ કરવાની સાચી રીત કઈ છે.
તમે તમારા મોબાઇલ ફોનને સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરી શકો છો. આના દ્વારા મોબાઈલ સ્ક્રીનને સાફ કરવાથી તે ચમકે છે અને તેને કોઈ નુકસાન થતું નથી.
તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન (Mobile Phone Cleaning Tips) સુરક્ષિત રાખવા માટે, તેના પર સ્ક્રીન પ્રોટેક્ટર અથવા સ્ક્રીન ગાર્ડ લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમારા મોબાઈલની સ્ક્રીન સ્વચ્છ અને સુરક્ષિત રહે છે. આ ઉપરાંત તેમાં તૂટવાનું જોખમ પણ નથી. જેના કારણે તમારો ફોન લાંબા સમય સુધી સારી રીતે કામ કરે છે.