દવાની નહીં પડે જરૂર, જાદૂની જેમ કંટ્રોલ થશે બેડ કોલેસ્ટ્રોલ, બસ કરવા પડશે આ 3 કામ

Sat, 07 Sep 2024-8:21 pm,

બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે કેટલાક ઉપાય અજમાવવા જોઈએ. તેમાં લાઇફસ્ટાઇલ અને ખાન-પાનમાં ફેરફાર દ્વારા સુધાર લાવી શકાય છે. આ સિવાય અજમા અને લીલા શાકભાજીનું સેવન ખુબ મહત્વપૂર્ણ છે. આ સિવાય સિગારેટ પીવાની આદત થોડી દેવી જોઈએ. આ ત્રણ મુખ્ય કામ કરવાથી બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં ખુબ મદદ મળે છે.

શરીરમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલ સામે લડવા માટે અજમાનું સેવન ખુબ લાભકારી માનવામાં આવ્યું છે. અજમામાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

અજમા સિવાય લીલા શાકભાજી તેના માટે ઉપયોગી માનવામાં આવે છે. જાણકારી પ્રમાણે લીલા શાકભાજીમાં સામેલ ફૂલકોબી, પત્તા કોબી, પાલક, ટામેટા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્મોકિંગ કરવાની આદતને ઘણી બીમારીઓનું કારણ માનવામાં આવ્યું છે. બેડ કોલેસ્ટ્રોલનું મોટું કારણ સિગારેટનું વ્યસન હોય છે. તેથી જો તમે સિગારેટ પીતા હોવ તો તત્કાલ બંધ કરી દો. તેની જગ્યાએ શારીરિક ગતિવિધિ વધારો, જે શરીર માટે લાભકારી સાબિત થઈ શકે છે.

આ સિવાય સીડ ઓયલનો ઉપયોગ કરો. વનસ્પતિ ઘી, વધુ માત્રામાં દેશી ઘી, ડીપ ફ્રાઈ જંક ફૂડ વગેરે વસ્તુનું સેવન બંધ કરી દો. આ સિવાય બેડ કોલેસ્ટ્રોલની માહિતી મેળવવા માટે શરીરનો લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ સમય-સમય પર કરાવવો જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link