Proning: Home Quarantine માં આ એક ટેક્નિકનો ઉપયોગ કરી વધારો ઓક્સિજન લેવલ, દરેક જણ ખાસ જાણે
હોમ આઈસોલેશનમાં પોતાની સારવાર કરી રહેલા કોરોના દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ મદદગાર છે. આ એક પ્રકારની પ્રક્રિયા હોય છે જેમાં પેટના ભાગે સૂઈ જઈને પૂરી કરવામાં આવે છે. આ પ્રકારે સૂઈ જવાથી ફેફસા સુધી વધુ ઓક્સિજન પહોંચે છે અને શ્વાસ લેવામાં સુધારો થાય છે.
દુનિયાભરના ડોક્ટર્સ આ પ્રક્રિયાનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે કોઈ દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે અને તેનું ઓક્સિજન લેવલ (SpO2) ઘટીને 94થી ઓછું થવા લાગે છે. આ પ્રક્રિયા માટે ગળાની નીચે એક તકિયો રાખો. ત્યારબાદ એક કે બે તકિયા છાતી નીચે રાખો (સાથળના ટેકે) અને બે તકિયા પગના આગળના ભાગ નીચે ઉપર તસવીરમાં જણાવ્યાં મુજબ રાખવાના હોય છે.
જો તમે પોતે પ્રોનિંગ(Self Proning) કરી રહ્યા છો તો તમારે 4-5 તકિયાની જરૂર પડશે. જેમાં ઉપરોક્ત મુદ્રામાં 30 મિનિટથી વધુ રહેવાનું નથી. ધ્યાન રાખજો કે ખાધા પીધા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી જ આ પ્રક્રિયા કરવી.
પ્રેગ્નેન્સી, કાર્ડિયાક કન્ડિશન, શરીરમાં સ્પાઈનલ સંબંધિત કોઈ સમસ્યા કે ફ્રેક્ચર હોય તેવા લોકોએ આ પ્રક્રિયા ન કરવી. તેનાથી નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત હોમ આઈસોલેશનમાં સારવાર કરી રહેલા કોરોના દર્દીઓ સમયાંતરે પોતાનું ઓક્સિજન લેવલ, તાવ, બ્લડપ્રેશર અને બ્લડ શુગર ચેક કરતા રહેવું.