કોઈ બીજાની ડિવાઈસ પર Log In તો નથી ને તમારું Gmail Account? આ રીતે કરો ચેક
તમારું Gmail Account કોઈ બીજાની ડિવાઈસ કે કોઈ અન્ય જગ્યા પર લોગ ઈન છેકે નહીં એવું ચેક કરવા માટે પહેલાં જીમેલ અકાઉંટ લોગઈન કરો.
ત્યાર બાદ સ્ક્રોલ કરતા કરતા મેલમાં સૌથી નીચે આવો. તમને ત્યાં એક તરફ બિલકુલ નીચે Details લખેલું દેખાશે તેની પર ક્લિક કરો.
Details પર ક્લિક કર્યા બાદ એક વિંડો ખુલશે, જેમાં તમે જોઈ શકો છોકે, તમારું Gmail Account કયા- કયા આઈપી એડ્રેસ પર ઓપન છે. લોકેશન અને કયા સમયે લોગ ઈન કરવામાં આવ્યું છે તેની વિગતો પણ તમને અહીં મળી જશે.
Details વાળી વિંડોમાં તમને ઉપરની તરફ Security Checkup લખેલું જોવા મળશે. એના પર ક્લિક કરો.
ક્લિક કરવા પર અહીં તમને આ તમામ જાણકારી મળી જશે. કે કેટલી ડિવાઈસ સાથે તમે લોગ ઈન છો. તમારી હાલની સિક્યોરિટી એક્ટવિટી શું છે. તમારો પાસવર્ડ ક્યાં સેવ છે. આ બધી જ માહિતી તમને મળી જશે.
બીજી વાર પોતાના જીમેઈલ આઈડીનો પાસવર્ડ નાખો. જોઈ લો કે ક્યાં ક્યા તમારી જીમેલ આઈડીનો ઉપયોગ થાય છે. જો કોઈ શંકા કે સંદેહ જણાય તો તેને ત્યાંથી ડિલીટ કરી શકો છો. અને પોતાનો નવો પાસવર્ડ સેટ કરી લો.