Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો
આજકાલ લોકો બેલી ફેટને લઇને ખૂબ પરેશાન રઅહે છે. ઘણી વસ્તુઓને ખાધા પછી પણ પેટનો મોટાપો ઓછો થતો નથી. જો તમે પણ સમસ્યાને ખતમ કરવા માંગો છો, તો ભારતના જાણિતા ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખિત વત્સ (Nikhil Vats)એ જણાવ્યું હતું કે સવારે નાસ્તામાં ઓટ્સનો નાસ્તો કરવો જોઇએ. પેટને ઠીક રાખવા માટે ફાયદાકારક છે.
એકદમથી મોટાપાને ઘટાડી શકાય નહી. તમારે દરરોજ એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, જે તમારા મોટાપાને ઓછો કરી શકે. પૌંઆ એકદમ હળવો નાસ્તો છે અને મોટાપાને પણ વધવા દેતા નથી. વધુમાં વધુ શાકભાજીઓ નાખીને તમે તેને બનાવી શકો છો.
દલિયા લોકોને ખાવાનું પસંદ નથી પરંતુ અલગથી તેને ચટપટા બનાવી શકો છો, તો તમને ખૂબ ફાયદો જોવા મળી જશે. વારંવાર ભૂખ લાગવાની સમસ્યા પણ ઓછી થઇ જશે. તમને જલદી ભૂખ લાગશે નહી. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.
બાળકો અને પુખ્ત વયના બંને કોર્નફ્લેક્સ ખાવાનું પસંદ કરે છે. તમારે તેને દરરોજ સવારે ખાવા જોઈએ. તમે નાસ્તામાં દૂધ અને કોર્નફ્લેક્સ ખાઈ શકો છો. વજન ઘટાડવામાં મદદ કરે છે. તે એનર્જી વધારવામાં પણ ફાયદાકારક છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
નાસ્તામાં તમે ઇચ્છો તો બેસનના પુડલા પણ બનાવી શકો છો. તમે ઇચ્છો તો દરરોજ તેનું સેવન કરી શકો છો. પુડલા ઘણી બધી શાકભાજી નાખીને તેના સ્વાદને સારો બનાવી શકો છો.