Blackheads: ચહેરા પર જિદ્દી બ્લેકહેડ્સ દૂર નથી થતા? આ 5 ઘરેલૂ ઉપાયોથી રાતોરાત થઇ જશે ગાયબ
બ્લેકહેડ્સ ચહેરાની રંગતને બગાડે છે અને ચહેરાની ચમક પણ જતી રહે છે. ચહેરા પરથી હઠીલા બ્લેકહેડ્સ દૂર કરવા માટે તમે ગરમ સ્ટીમની મદદ લઈ શકો છો. સ્ટીમ લેવાથી રંગ પણ પાછો આવે છે અને બ્લેકહેડ્સ દૂર થાય છે.
જો તમે બ્લેકહેડ્સવાળી જગ્યા પર એક ચમચી તજ અને મધની પેસ્ટ લગાવશો તો તમારા બ્લેકહેડ્સ તરત જ ગાયબ થઈ જશે. તમારે તેને તમારા ચહેરા પર દર અઠવાડિયે 2-3 વખત લગાવવું જોઈએ.
તમારે ઈંડું અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. આને લગાવવાથી તમારા બધા બ્લેકહેડ્સ રાતોરાત તરત જ ગાયબ થઈ જશે. લગભગ 20 મિનિટ સુધી લગાવ્યા પછી તમે તેને ધોઈ શકો છો.
હળદર અને નારિયેળ તેલ ચહેરાની ચમક વધારવામાં ઘણી મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આનાથી હઠીલા બ્લેકહેડ્સ સરળતાથી દૂર કરી શકાય છે.
બેકિંગ સોડાને પણ તમે બ્લેકહેડ્સવાળી જગ્યા પર લગાવીને પણ સરળતાથી દૂર કરી શકો છો. આને લગાવવાથી તેલ પણ બહાર નીકળી જાય છે.
( Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)