Turmeric Stains:લાઇટ કલરના કપડાં પર લાગ્યા છે પીળા દાગ, આ 4 ઉપાયોથી દૂર થશે જીદ્દી દાગ

Mon, 03 Jul 2023-10:40 pm,

હળદરનો રંગ ઘાટો હોય છે અને જો તે કપડા પર લાગી જાય તો તે જીદ્દી ડાઘમાં ફેરવાઈ જાય છે. જ્યારે પણ સફેદ કુર્તા, શર્ટ કે પેન્ટ પર હળદર લાગી જાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી, તમે સરળ ઘરેલું ઉપચાર દ્વારા ડાઘમાંથી છુટકારો મેળવી શકો છો.

સફેદ વિનેગરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ કપડાં સાફ કરવા માટે પણ કરી શકાય છે. લિક્વિડ સોપ સાથે વિનેગર મિક્સ કરો અને જ્યાં હળદરના ડાઘ હોય ત્યાં લગાવો, લગભગ અડધો કલાક સૂકાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી તેને ધોઈ લો.

ટૂથપેસ્ટ (Toothpaste)  નો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે ટૂથપેસ્ટનો ઉપયોગ જીદ્દી ડાઘ દૂર કરવા માટે કરી શકાય છે. તેને ડાઘવાળી જગ્યા પર ઘસો અને પછી તેને થોડીવાર સૂકવવા માટે છોડી દો, અંતે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ઘણી વખત આપણે ઘરની બહાર ખોરાક ખાઈએ છીએ અને જો સફેદ કપડા પર શાકભાજી કે હળદરના ડાઘ પડી જાય તો ડિટર્જન્ટ શોધવાનું મુશ્કેલ બની જાય છે. એવામાં ઇફેક્ટેડ એરિયામાં લીંબુ ઘસો અથવા તેના ટીપાં ડાઘ પર નાખો અને પછી તેને પાણીથી સાફ કરો.

જો સફેદ કે આછા કપડા પર હળદરના ડાઘ હોય તો સૌ પ્રથમ તેને ઠંડા પાણીમાં ડુબાડીને થોડીવાર ડિટર્જન્ટમાં ધોઈ લો. ઠંડા પાણીની અસરને લીધે સખત ડાઘ પણ હળવા થઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે ગરમ પાણીથી ડાઘ પર સારી અસર પડે છે, પરંતુ સત્ય તેનાથી વિરુદ્ધ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં એકસપર્ટની સલાહ લેવી જરૂરી છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link