Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખો જાહેર, ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા માટે તમારે સૌથી પહેલાં રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (National Voters Service Portal) www.nvsp.in પર ઇને લોગ ઇન કરવું પડશે. પછી તમે વેબસાઇટના હોમપેજ પર દેખાનાર 'Correction of entries in electoral roll’ સેક્શન પર ક્લિક કરો.
ત્યારબાદ તમે ફોર્મ 8 બટન પર ક્લિક કરવું પડશે. જે તમને એક નવા પેજ પર લઇ જશે જ્યાં તમારી જરૂરી ડિટેલ્સ નાખવી પડશે. અહીં ફક્ત Self ઓપ્શનને સિલેક્ટ કરીને Submit પર ક્લિક કરો.
અહીં તમારે Shifting of Residence ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. સાથે જ તમારે એ પણ પસંદ કરવું પડશે કે તમારું સરનામું વિધાનસભા ક્ષેત્રમાં બદલી રહ્યા છો અથવા બહાર. ત્યારબાદ OK પર ક્લિક કરો.
પછી તમારે તમારા રાજ્ય, જિલ્લા, વિધાનસભા ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રની જાણકારી ભરીને Next ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે તમારો આધાર નંબર, ઇમેલ અને મોબાઇલ નંબર નાખીને Next ઓપ્શન પર ટેપ કરો.
ત્યારબાદ તમારું નવું સરનામું દાખલ કરો અને તેને મતદાર ID કાર્ડમાં અપડેટ કરવા માટે સહાયક દસ્તાવેજો પર ક્લિક કરો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી, નેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
ત્યારબાદ તમારા દ્વારા કરવામાં આવેલી અરજીને વેરિફાઇ કરવામાં આવશે. તપાસમાં જો તમારી અરજી સાચી જણાશે તો તમારા વોટર આઇડીમાં નવું સરનામું અપડેટ કરી દેવામાં આવશે.