500થી વધુ વર્ષ જૂના ‘વૈષ્ણવજન તો...’ ભજન સાથે ગાંધીજી કેવી રીતે જોડાયા હતા, જાણો રસપ્રદ વાત

Wed, 06 Feb 2019-8:06 am,

નરસિંહ મહેતાનો જન્મ 1414 ઈસ્વીસનમાં ગુજરાતના જુનાગઢના તલાલા ગામમાં થયો હતો. માતાપિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેઓ પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતા હતા. મોટાભાગે સંતોની મંડળીઓની સાથે જ ફરતા હતા અને 15-16 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા. તેમની પ્રમુખ રચનાઓમાં સુદામા ચરિત, ગોવિંદ ગમન શ્રૃંગાર માળા, વંસતનાપદો, કૃષ્ણ જન્મના પદ વગેરે છે. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મધ્યકાલીનના એ સમાજમાં છૂઆછૂતની બીમારી ફેલાયેલી હતી. તે સમયે નરસિંહ મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધને કારણે તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પણ તેઓ અડગ રહ્યાં.   

નરસિંહ મહેતાનો કાર્યકાળ 1414થી 1488 વચ્ચેનો કહેવાય છે. પણ 1430 બાદ તેમણે ભજન-કિર્તનની શરૂઆત કરી હતી. સૂરદાસની જેમ નરસિંહ મહેતા પણ પોતાના ભાવમાં મગ્ન રહેતા હતા. સૂરદાસે કૃષ્ણને મનની આંખોથી જોઈને વાત્સલ્યનું વર્ણન કર્યું, તો નરસિંહ મહેતાએ તેમને અંતર્મનની આંખોથી જાયો. ભક્તિકાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાળ પણ કહેવામાં આવે છે. આ કાળમાં તુલસી, સૂરદાસ, મીરા, નરસિંહ મહેતા, નાનક આવ્યા હતા. આ સમયના રુઢિવાદી સમાજમાં તેમણે ભક્તિના માધ્યમથી પ્રહાર કર્યો હતો. ભક્તિ સાહિત્યમાં એવા એવા શબ્દો પરોવ્યા કે, મન પ્રસન્ન થઈ જાય. 

મહાત્મા ગાંધીની દિનચર્ચાઓમાં તેમની સભાઓ પહેલા નિયમિત રીતે ગાવામાં આવતી પ્રાર્થનાઓનું એક રોસ્ટર સામેલ હતું. પરંતુ આ ભજન પ્રત્યેનું લગાવ અને તેનો પ્રભાવ ગાંધીજી જ્યારે નાનકડા હતા, ત્યારે તેમના મનમાં ફુંટવા લાગ્યો હતો. તેમના નોકરાણી રંભાએ તેમને આ ભજન ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રંભા નાનકડા મોહનદાસને પૌરાણિક કથાઓમાંની વાર્તાઓ પણ સંભળાવતી. નરસિંહ મહેતાના 400 વર્ષ બાદ શક્યતા છે કે, બાળ મોહનદાસના જીવનમાં આ ભજન બાળપણમાં જ ગૂંથાઈ ગયું હતું. આ જ આધ્યાત્મિક ભાવનાઓ સાથે તેઓ વિદેશ તરફ ગયા હતા. 

1907માં વૈષ્ણવજન ભજનનું પહેલું રેકોર્ડિંગ મળ્યું હતું. ગાંધીજી જ્યારે ડરબનમાં હતા, ત્યારે તેમને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે પહેલા સાઉથ આફ્રિકાના ફોનિક્સમાં ગાંધીજીએ આ ભજન ગાવું એક રુટીન બનાવી દીધું હતું. મહાત્મા ગાંધીજીના કીર્તિનનો પહેલો સંદર્ભ 1915માં આવ્યો, જ્યારે તેમણે અમદાવાદના કોચરબમાં આશ્રમની સ્થાપના કરી હતી. વૈષ્ણવજનને 1920માં સાબરમતી ધૂન દ્વારા સંગીતમાં સેટ કરવામાં આવ્યું હતું, અને અનેક વર્ષો સુધી તે માત્ર એક જ વાદ્યની સાથે ગાવામાં આવતું હતું.    

નરસિંહ મહેતા પર 1940માં ‘નરસિંહ ભગત’ નામની ફિલ્મ બનાવાઈ હતી. તેના ડાયરેક્ટર વિજય ભટ્ટ હતા. તે સમયના ચર્ચિત ગાયક અને અભિનેતા વિષ્ણુપંતે આ ફિલ્મમાં નરસિંહ મહેતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં આ ભજન વિષ્ણુપંત અને અમીરબાઈ કર્ણાટકીએ અલગ અલગ રીતે ગાયું હતું. ફિલ્મમાં અમીરબાઈનું ભજન સાંભળીને મહાત્મા ગાંધીએ તેમની પ્રશંસા પણ કરી હતી. 

હાલ દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. ત્યારે આ ભજનને યાદ કરીએ તો ગત વર્ષે એક મોટી સફળતા ભારતને મળી હતી. ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વએ આ ભજન થકી બાપુને યાદ કર્યા હતા. ભારત સરકારના પ્રયાસોથી દુનિયાના 124 દેશોના ટોપ ગાયકોએ આ ભજન ગાઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link