આ ડીપ્રેશન એટલું મહાકાય છે કે વાત ન પૂછો! જાણો ગુજરાત પર કેટલી મોટી-ભયાનક છે આકાશી આફત?

Wed, 28 Aug 2024-5:02 pm,

ઉત્તર ગુજરાત પાસે સ્થિર થયેલું આ ડીપ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં સોમવારે ભારે વરસાદ પડી ગયો. જો કે સિસ્ટમ હવે આગળ વધીને ફંટાઈ જતા આગામી 4 દિવસ શહેરમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. સોમવારે અમદાવાદમાં રેડ એલર્ટ હતું. પરંતુ હવે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. જેનો અર્થ એ છે કે હવે હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોના 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી. રાજ્ય ભરમાં 15 થી 35 ઝડપે પવનો ફૂંકાવવાની આગાહી. ભારેથી અતિભારે વરસાદની પગલે ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવર્ત રહેવાની આગાહી.આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી. 30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શક્યતાઓ.

ગુજરાત માટે હજુ પણ આગામી 72 કલાક ભારે છે. આ જે ડીપ ડિપ્રેશન છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ અલર્ટ અપાયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે. 

3 દિવસ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ ફંટાશે. જેને કારણે પાકિસ્તાન તરફ જશે તોફાની વરસાદ. ભારે વરસાદ પાકિસ્તાનને કરી શકે છે ખેદાનમેદાન...તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હાલ પુરતી રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આગામી 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા.

ગુજરાતમાં હાલ સ્થિતિ જોઈએ તો રાજ્યમાં સરેરાશ 33 ટકા વધુ વરસાદ પડ્યો છે. સતત ત્રીજા વર્ષ રાજ્યમાં સીઝનનો 100 ટકા ઉપર વરસાદ પડી ગયો છે. છેલ્લા બે વર્ષમાં આ સ્થિતિ હતી. ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં પૂરેપૂરો વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ 25 ટકા વરસાદ પડી ગયો છે. વડોદરામાં તો80 ટકા વિસ્તાર પાણીમાં ડૂબ્યો. 

ગુજરાત પર અચાનક આ ડિપ્રેશનની જે આકાશી આફત આવી ચડી તેણે ગુજરાતને બિપરજોયની યાદ તાજી કરાવી દીધી. જેણે ગયા વર્ષે ગુજરાતની ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મધ્ય પ્રદેશ પર લો પ્રેશર સર્જાયુ અને તેમાંથી ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હવે તે ગુજરાતને હચમચાવી રહ્યું છે. હાલ આ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ્રેશન એટલું મહાકાય છે કે વાત ન પૂછો. 

જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું. કેન્દ્રબિન્દુ વડનગર અને ઊંઝા ઉપરથી પસાર થયું હતું. આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાચીથી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી લે તેટલું બધુ વિશાળ કાય છે. 26મીએ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાર બાદ સાંજે 5 વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિન્દુ ઈડરના દક્ષિણમાં જોવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ ડિપ્રેશને ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કવર કર્યો છે જેના પરથી તમે સમજી શકો કે ગુજરાત પર કેટલી મોટી આકાશી આફત છે. 

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સ્થાનિક તંત્રની સાથોસાથ સરકારે પણ આપી છે લોકોને સતર્ક રહેવાની સુચના. વિનાશક વરસાદની આગાહીને પગલે કામ વિના ઘરની બહાર ના નીકળવા ખુદ સરકારે કરી છે અપીલ. આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી,.. જાણો કેટલાં જિલ્લાઓ પર યમરાજ બનીને ત્રાટકી શકે છે મેઘરાજ. જાણો ક્યાં-ક્યાં અપાયું છે વરસાદનું રેડ અલર્ટ...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ અલર્ટ. અત્યાર સુધીમાં ગુજરાતમાં 105 ટકા વરસાદ વરસ્યો. હજુ પણ આ ઝોનમાં વધારે વરસાદ ખાબકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેશે. આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...ભારે વરસાદને પગલે પાણીમાં બેસી ગઈ તમામ પાલિકાઓ. 

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપ્યું છે. આગામી 72 કલાક હજુ પણ ગુજરાતના માથે ભારે આકાશી સંકટ રહેશે. અમદાવાદ, ખેડા, આણંદ,દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ... સાથે જ કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link