Japan Earthquake: સામે આવી તબાહીની તસવીરો; બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ...

Thu, 17 Mar 2022-9:50 am,

જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુરક્ષાની દ્દષ્ટિએ અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર જાપાનમાં શક્તિશાળી ભૂકંપ બાદ ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એક્સપ્રેસવે, મિયાગી પ્રીફેક્ચરમાં અને સોમા, ફુકુશિમાનો જેબાન એક્સપ્રેસવેનો પણ સમાવેશ થાય છે.

જાપાનના હવામાન વિભાગના મતે, ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાથી 60 કિલોમીટરની ઉંડાઈએ હતું. જાપાનના મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં સૌથી વધુ આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંતોમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર ખસી જવા અપીલ કરવામાં આવી છે. ફુકુશિમામાં જ ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે.

જાપાનની બુલેટ ટ્રેનને ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. તે સમયે ટ્રેનમાં 100 મુસાફરો સવાર હતા. જોકે, કોઈને ઈજા થઈ ન હતી. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એક્સપ્રેસવે, મિયાગી પ્રીફેક્ચર અને સોમા, ફુકુશિમાનો જેબાન એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે.

જાપાનમાં ભૂકંપના કારણે બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.

ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ ઘણા વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું હતું.

ભૂકંપ બાદ ઉત્તરી જાપાનનો આ મોલ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.

ભૂકંપના આંચકા એટલા ભીષણ હતા કે શોપિંગ મોલમાં સામાન નીચે પડવા લાગ્યો હતો.

ભૂકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ટોક્યો ઈલેક્ટ્રીક પાવર કંપનીને ટાંકીને AFPએ જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ટોક્યો અંધકારમાં ડૂબી ગયું. ભૂકંપના આ આંચકાઓએ જાપાનના લોકોને 2011ની યાદ અપાવી દીધી. 11 માર્ચ, 2011નો દિવસ જાપાન ક્યારે ભૂલી શકે તેમ નથી, કારણ કે આ દિવસો મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દિવસે ઉત્તરપૂર્વ જાપાનના દરિયાકાંઠે 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી, જેમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા. આજે પણ જાપાન આ દુર્ઘટનામાંથી બહાર આવી શક્યું નથી. આ ભૂકંપના આફ્ટરશોક્સમાં 18 હજાર લોકોના મોત થયા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link