કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક, Photos જોઈને અભિભૂત થઈ જશો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડન, ભૂલભાલૈયા પાર્ક અને કમલમ પાર્ક (ડ્રેગન) નું લોકાર્પણ કરશે. ત્યારે શું છે કમલમ પાર્ક એ જોઈએ.
કમલમ ફ્રૂટ એક શરીર માટે પોષણયુક્ત ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ફ્રૂટ નાના બાળકોને વધુ ભાવતું હોઈ છે. ત્યારે આ કમલમ ફ્રૂટ પાર્ક સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવ્યું છે. જેમાં કમલમ ફ્રૂટ કેવી રીતે ઉછેરવામાં આવે છે અને તેના ફાયદા શું છે તે અંગેની તમામ માહિતી અપાશે.
અહીં આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આ પાર્કમાં રમી શકશે અને તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે કેવું કમલમ પાર્ક બનાવવામાં આવ્યું છે.