પહેલી વખત ક્યારે થયું હતું મદીરાનું સેવન? જાણો બીયર પાર્ટી અને ટકીલાનો ટ્રેન્ડ છે કેટલાં વર્ષ જુનો
મદીરા અથવા અન્ય નશીલા પદાર્થોનું લાંબા સમયથી સેવન થઈ રહ્યું છે. અમુક સંશાધનકર્તાઓનું કહેવું છે કે, પ્રાગેતિહાસિક ગુફા ચિત્ર (Prehistoric Cave Paintings) પણ ચેતનાની પરિવર્તિત અવસ્થાઓનો અનુભવ કરવાવાળા મનુષ્યો દ્વારા જ બનાવવામાં આવે છે. આ ચિત્ર મતિભ્રમ કરતા પણ વધુ પ્રેરિત છે. એટલે કે તે દરમિયાન પણ નશાનું ચલણ હતું.
આફ્રીકાથી બહાર 1,00,000 વર્ષ પહેલાં આફ્રિકાની બહાર આવીને, માણસોએ નવી જમીનની શોધ કરી અને માણસનો નવા પદાર્થો સાથે સંપર્ક થયો. લોકોએ ભૂમધ્ય સાગરમાં અફીણ અને એશિયામાં ભાંગ તથા ચાની શોધ કરી. પુરાતત્વવિદોને યૂરોપમાં 5,700 ઈ.સ. પૂર્વે અફિણના ઉપયોગના પ્રમાણ મળ્યા છે. ભાંગના બીજ એશિયામાં 8,100 ઈ.સ. પૂર્વે પુરાતાત્વિકના ખોદકામમાં જોવા મળે છે અને પ્રાચીન યૂનાની ઈતિહાસકાર હેરોડોટસે સિથિયનને 450 ઈ.સ. પૂર્વે કોઈ ઘાસથી નશો થયાની સુચના આપી હતી.
ચીનમાં ચાનું નિર્માણ 100 ઈ.સ.પૂર્વે થયું હતું. એ સંભવ છે કે, Archaeological સાક્ષ્યોં પહેલાં આપડા પૂર્વજોએ પદાર્થો સાથે પ્રયોગ કર્યો હોય. 10,000 ઈ.સ.પૂર્વે નવપાષાણ ક્રાંતિ પછી જ્યારે ખેતી અને સભ્યતાને અપનાવવામાં આવી ત્યારે લોકોએ મદીરાનું સેવન શરૂ કર્યું. એક અભ્યાસ મુજબ ખેતીથી જ મદીરાનું ઉત્પાદન થયું. ખાંડ અને સ્ટાર્ચનું એક સરપ્લસ બનાવવામાં આવ્યું જેને સડવા માટે મુકી દેવામાં આવ્યું જે પછી તે પદાર્થ ડીકોક્શનમાં ફેરવાયો જે ને મદીરાનું નામ આપવામાં આવ્યું.
મનુષ્યના સ્વતંત્ર રૂપથી મદીરાની શોધ કરવામાં આવી છે. સૌથી જુનો મદીરા ચીનમાં 7,000 ઈ.સ. પૂર્વેનો છે. મદીરા 6000 ઈ.સ.પૂર્વે કાકેશસમાં બનાવવામાં આવી હતી. સુમેરિયોંએ 3,000 ઈ.સ. પૂર્વે બીયર પીધી હતી.
અમેરિકામાં, એજ્ટેકે આજના એલોવેરા જેવા છોડનો ઉપયોગ કરીને એક ડ્રિંક બનાવ્યું જે આજે ટકીલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈંકાસે ચીચા, એક મક્કાઈની બીયર બનાવી. યૂર્શિયન અને આફ્રીકી સભ્યતાઓએ દારૂને પ્રાથમિકતા આપી. મદીરા પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું કેન્દ્ર હતું.