120 વર્ષની ઉંમરમાં પણ હોય છે 25 વર્ષના યુવાન જેવી જવાની? 90 વર્ષે પણ પુરુષ બની શકે છે પિતા, અહીં 150 વર્ષ સુધી જીવે છે લોકો!
120 વર્ષો સુધી આ લોકો કેવી રીતે રહે છે જવાન? આ લોકો કઈ રીતે હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે છે તેની પાછળનું શું છે રહસ્ય તે પણ જાણવા જેવું છે.
કેટલાંય પ્રકારના લોકોએ આ ઘાટીની આ અલગ પ્રજાતિના લોકો સાથે સમય વિતાવ્યો. દરેક લોકો તેમના વખાણ કરે છે અને તેમની સમજદારીને દાદ આપે છે.
તેમની લાંબી ઉંમરનું કારણ તેમની તંદુરસ્તી ભરી જીવનશૈલી છે. અહીં રહેતા લોકો એ જ ખાવાનું ખાય છે જે તેઓ પોતે ઉઘાડે છે. હુંઆ જનજાતિના લોકો ખુબાની અને તડકામાં ઉગાડેલાં અખરોટ ખુબ જ ખાય છે. અનાજમાં તેઓ બાજરી અને કુટુ થાય છે. એ લોકો દિવસમાં માત્ર બે જ વાર ખાવાનું ખાય છે. તેમનો જમવાનો સમય પણ ફિક્સ હોય છે.
એક બીજા વૈજ્ઞાનિકે જણાવ્યુંકે, અહીંના લોકો ગ્લેશિયરનું પાણી પીવા અને નહવા માટે ઉપયોગમાં લે છે.
વૈજ્ઞાનિક ડો. રોબર્ટ મૈક્કૈરિસન ઘણાં વર્ષો સુધી આ લોકો સાથે રહ્યાં. તેમણે જણાવ્યુંકે, અહીં આ પ્રજાતિના લોકો ભાગ્યે જ કોઈવાર બીમાર પડે છે. અહીંના લોકો કોઈપણ બીમારીથી ગ્રસ્ત નથી. અહીંના લોકો હંમેશા તંદુરસ્ત રહે છે.
અમે વાત કરી રહ્યાં છીએ પાક અધિકૃત કશ્મીર એટલેકે, POK માં આવેલાં ગિલગિલ બાલ્ટિસ્તાનના પહાડોની વચ્ચે આવેલાં નાનકડા ગામમાં વસતી હુંઆ જનજાતિના લોકોની. અહીંના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ સુધીની હોય છે. એટલું જ નહીં અહીં કેટલાંક લોકો તો 150 વર્ષ સુધી પણ જીવે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષના યુવાન જેવા દેખાય છે. એટલું જ નહીં અહીં પુરુષો 90 વર્ષની ઉંમરમાં પણ પિતા બની શકે છે. જ્યારે સ્ત્રી પણ એની આસપાસની ઉંમર સુધી માતૃત્વનું સુખ મેળવી શકે છે. આ વાત નિષ્ણાત તબીબો માટે પણ સંશોધનનો વિષય બની ગઈ છે. આ રહસ્ય જવાબ વૈજ્ઞાનિકોને પણ હજુ સુધી મળ્યો નથી.