અમેરિકામાં તોફાન બની શકે છે ભારે વિનાશનું કારણ, પરમાણુ લિકેજનું સંકટ

Sun, 16 Sep 2018-12:44 pm,

અમેરિકાના પૂર્વી રાજ્યોમાં ધોધમાર વરસાદ તોફાનની સ્થિતિ સર્જાઇ રહી છે. નદીઓના પાણી બંને કાઠે વહી રહ્યા છે. ટ્રેંટ અને નિયૂઝ નદીઓના સંગમ સ્થાન ઉત્તર કેરોલિનાના ન્યૂ બર્ન વિસ્તારમાં ત્રણ મીટર સુધી તોફાન વધવાથી મોટી સંખ્યામાં લોકો તેમના ઘરમાં ફસાયા છે. ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની જરૂરી છે. આ વિસ્તારમાં 30 હજાર લોકો વસવાટ કરે છે. (ફોટો સાભાર: Reuters)

આ તોફાન અમેરિકાવાસિઓ માટે ભારે વિનાશનું કારણ બની શકે છે. એજન્સિઓના જણાવ્યા અનુસાર આ તોફાનના રસ્તામાં અમેરિકાના 6 ન્યૂક્લિયર પાવર પ્લાંટ પણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે સાઉથ કેરલાઇના સ્થિત ન્યૂક્લિયર પાવર પ્લાંટને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. (ફાઇલ તસવીર)

સીએનએનની રિપોર્ટના અનુસાર ડ્યૂક એનર્જી (Duke Energy) આ ન્યૂક્લિયર પાવર પ્લાંટ્સનું સંચાલન કરે છે. FEMA અધિકારીઓએ દાવો કર્યો છે કે પાવર પ્લાંટ્સને કોઇ સંકટ નથી. (ફોટો સાભાર: Reuters)

નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ સ્થાનિય સમયાનુસાર રાત્રે 8 વાગે ફ્લોરેન્સને ઉષ્ણકટિબંધીય તોફાનમાં ફેરફાર જોવા મળ્યો છે પરંતુ અધિકારીઓએ આગાહી કરી છે કે ‘‘હજુ સંકટ ઓછું થયું નથી.’’ ઉત્તર કેરોલિનાના ગવર્નર રાય કૂપરએ કહ્યું હતું કે, ‘‘હજું ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે તમણે ‘‘વરસાદી તોફાનને હજારો વર્ષોમાં થનારી ઘટના’’ ગણાવી રહ્યા છે. (ફોટો સાભાર: Reuters)

કૂપરએ કહ્યું હતું કે, ‘‘આવતા અઠવાડી સુધી અમારી નદીઓ ઉછાળા મારતી રહશે અને તેનાથી પણ વધુ પૂર આવશે.’’ તોફનમાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ થઇ છે અને અન્ય લોકોની તપાસ ચાલી રહી છે કે તેમનું તોફાનમાં મોત થયું છે કે નથી. કુપરએ જણાવ્યું હતું કે ન્યૂ હનોવર કાઉન્ટીમાં ઘર પર ઝાડ પડવાથી માતા અને બાળકોનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિનું લેનોઇર કાઉન્ટીમાં જનરેટર ચાલુ કરતા સમયે થયું હતું. (ફોટો સાભાર: Reuters)

વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવતા અઠવાડીએ તોફાન પ્રભાવિત વિસ્તારોનું નિરિક્ષણ કરી શકે છે. જ્યારે તેનો નિર્ણય લેવામાં આવશે કે તેમની મુલાકાતથી રાહત અથવા બચાવ કામગીરી પર અસર નહીં થાય. (ફોટો સાભાર: Reuters)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link