હૈદરાબાદ: ગેંગરેપ અને હત્યાના આરોપીઓના મૃતદેહો એન્કાઉન્ટર સાઈટથી ખસેડાયા, જુઓ PHOTOS

Fri, 06 Dec 2019-9:47 pm,

તપાસના ભાગ રૂપે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતાં. જ્યાં આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને ત્યારબાદ પોલીસે તેમને અથડામણમાં ઠાર કર્યા હતાં. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો હતો. અપરાધીઓને તત્કાળ મોતની સજા આપવાની માગણી ઉઠી હતી. 

પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે (VC Sajjanar) એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં. પોલીસ અધિકારીએ માનવાધિકાર આયોગ કે અન્ય કોઈ સંગઠનના સવાલો પર સણસણતો જવાબ આપતા કહ્યું કે અમે દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છીએ. 

પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસનું કહેવું છે કે પૂરતા સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. 5 અને 5 ડિસેમ્બરના રોજ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. આજે સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગયા હતાં. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.

કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ  પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.  

 હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad Gangrape)ના તમામ આરોપીઓને પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક એન્કાઉન્ટર (Encounter) માં ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર બાદ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને પોલીસ ટીમ પર ગુલાબની પાંદડીઓ વરસાવવા લાગ્યા હતાં. લોકોએ પોલીસને મીઠાઈ પણ ખવડાવી. મહિલાઓએ પોલીસ અધિકારીઓને હાથ પર રાખડી પણ બાંધી.

મોડી સાંજે એન્કાઉન્ટર સાઈટથી આરોપીઓના મૃતદેહોનો ખસેડવામાં આવ્યાં હતાં. 

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચિંતાકુટાની પત્ની રેણુકાએ કહ્યું કે મારા પતિના મોત બાદ કશું બચ્યું નથી. મને પણ એન્કાઉન્ટર સાઈટ પર લઈને ત્યાં જ મારી નાખો. 

લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના બનાવે આખા દેશને ફરીથી હચમચાવી નાખ્યો છે. પોલીસના આ એન્કાઉન્ટર પર જો કે કેટલીક હસ્તીઓએ સવાલ પણ ઉઠાવ્યાં છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link