હૈદરાબાદના Bharat Biotech પહોંચ્યા PM મોદી, Covaxin ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા, જુઓ PHOTOS
PM મોદી હૈદરાબાદ ખાતેના ભારત બાયોટેક ફેસિલિટી પહોંચ્યા. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવી રહેલી સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં હ્યુમન ટ્રાયના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.
પીએમ મોદી જે કંપનીઓની મુલાકાત લઈ રહ્યા છે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની ટોપ રસી કંપનીઓમાં ગણાય છે. અત્યાર સુધીમાં અનેક બીમારીઓની અબજો ડોઝ રસીનું નિર્માણ કરી ચૂકી છે.
PM મોદીને ભારત બાયોટેકની ફેસિલિટીમાં કોવિડ-19 રસી વિશે બ્રીફ કરવામાં આવ્યા.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને રસીના ડેવલપમેન્ટ વિશે અભિનંદન પાઠવ્યા.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સ્વદેશી કોવિડ-19 રસી અંગે મને બ્રીફ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ અંગે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. તેમની ટીમ આઈસીએમઆર સાથે મળીને પ્રક્રિયાને તેજ કરી રહી છે.