આતુરતાનો અંત! Hyundai એ લોન્ચ કરી સ્પોર્ટી લુકવાળી i20 N Line, 25,000 રૂપિયામાં કરી શકો છો બુક
આ કાર પરથી પડદો ઉઠ્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી જે તેને લોન્ચ કરવામાં આવશે અને આગામી થોડા અઠવાડિયામાં જ આ કારનું વેચાણ શરૂ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે તેને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
આ કારની બુકિંગ કંપનીએ શરૂ કરી દીધી છે. Hyundai i20 N Line ને તમે 25,000 રૂપિયામાં બુક કરી શકો છો.
N Line ને સ્ટાડર્ડ i20 થી અલગ કરવા માટે તેમાં ઘણા પ્રકારના કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. Hyundai i20 N Line મોટરસ્પોર્ટ ઇંસ્પાયર્ડ ગાડી છે જેમાં 1.0 Turbo GDI Engine આપવામાં આવ્યું છે.
જ્યાં સુધી ફીચર્સની વાત છે તો એક ફીચર લોડેડ કાર હશે. Hyundai i20 N Line માં 58 કનેક્ટેડ ફીચર્સ છે. આ કારને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તેમાં એક્સક્લૂસિવ 3 સ્પોક સ્ટીરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે. 'N' તેની સીટો સ્ટિચ કરવામાં આવ્યા છે અને મેટલના પેડલ્સ આપવામાં આવ્યા છે.
જ્યાં સુધી આ કારની કિંમતની વાત કરીએ તો અત્યારે તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એક વાત તો નક્કી છે કે તેની કિંમત i20 Turbo થી વધુ જ રહેશે. Hyundai ની i20 N Line દેશના 97 શહેરોમાં 188 સિગ્નેચર આઉટલેટ્સમાં જ મળશે. જ્યાંથી Alcazar નું વેચાણ થાય છે.