આ છે Hyundai ની નવી Santro, હોઇ શકે છે 4 લાખ રૂપિયા કિંમત, ફીચર્સ પણ દમદાર
ભારતીય ઓટો માર્કેટમાં ફરી એકવાર હ્યુંડાઇની નવી કાર દસ્તક આપવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી ચાર મહિનામાં કારનું ઓફિશિયલ લોંચિંગ થઇ શકે છે. સૂત્રોનું માનીએ તો ઓક્ટોબરમાં તેને લોંચ કરવામાં આવશે. નવી સેંટ્રોને ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. અત્યાર સુધી કંપની તરફથી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ચર્ચા છે કે મેનુઅલ અને એએમટી ઓટોમેટિક ઓપ્શનમાં આ કારને લોંચ કરવામાં આવી શકે છે. ચર્ચા છે કે તેમાં આઇ10 વાળી 1.1 લીટર પેટ્રોલ એંજીન આપવામાં આવી શકે છે. જે 69 પીએસનો પાવર આપશે. ઓલ ન્યૂ હ્યુંડાઇ સેંટ્રો એંટ્રી લેવલ હેચબેક છે.
ભારતીય બજારમાં સેંટ્રો જ હશે નામ: નવી લોંચિંગની સાથે હ્યુંડાઇની આ કારને AH2 નામથી ઓળખવામાં આવશે, પરંતુ ઇન્ડીયન માર્કેટમાં લોચિંગ બાદ તેનું નામ સેંટ્રો જ કરવામાં આવશે. થોડા દિવસો પહેલાં આ કારને ટેસ્ટિંગ દરમિયાન દિલ્હીના માર્ગો પર જોવા મળી/ આ બીજી તક છે જ્યારે આ કારને રોડ પર સ્પોટ કરવામાં આવી. જ્યરે કારને સ્પોટ કરવામાં આવી તો આ સંપૂર્ણ રીતે કવર્ડ હતી.
કેટલી હશે કિંમત: મીડિયા અહેવાલો અનુસાર, નવી સેંટ્રોની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. પરંતુ કંપની તરફથી તેના વિશે કોઇ જાણકારી મળી નથી. એંજીનની વાત કરીએ તો તેમાં 1.1 લીટર, 3 સિલિંડર પેટ્રોલ એંજીન આપવામાં આવશે જે 69 પીએસનો પાવર આપશે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને એએમટીનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.
આ કારો સાથે થશે મુકાબલો : હ્યુંડાઇ સેંટ્રોનું આ નવું મોડલ કંપની માટે વર્ષનું સૌથી મોટું લોંચ હશે. તેનો મુકાબલો મારૂતિ વેગનઆર, સેલેરિયો, મારૂતિ સુઝુકી અલ્ટો અને ટાટા ટિયાગો સાથે થશે. તાજેતરમાં જ મારૂતિ સુઝુકીએ સિલેરિયોનું અપડેટ વર્જન લોંચ કર્યું છે. કંપનીએ સિલેરિયો બેસ મોડલનું અપડેટેડ વર્જન લોંચ કર્યું છે. કંપનીએ સિલેરિયો બેસ LXi ટ્રિમની કિંમત 4.15 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવામાં આવી છે, જો કે Vxi (O) સીએનજી વેરિએન્ટ 5.25 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીએ આ નવા મોડલની કિંમત ગત મોડલના મુકાબલે વધુ રાખી છે.
શું હશે ફેરફાર: નવી જનરેશન સેંટ્રોને કંપનીના ફ્લૂડિક સ્કલ્પચર 2.0 ડિઝાઇન લેગ્વેંજ પર તૈયાર કરવામાં આવી છે. નવી જનરેશન સેંટ્રોમાં ટોલ-બ્વોય સ્ટેંસને યથાવત રાખવામાં આવશે.જોકે તેમાં જૂના મોડલના મુકાબલે વધુ સ્પેસ હશે. કંપની તેમાં નવા ટચસ્ક્રીન અને ક્લાઇમેંટ કંટ્રોલ આપવામાં આવ્યા છે.
હ્યુંડાઇની પહેલી આવી કાર: સેંટ્રો હ્યુંડાઇની ભારતમાં પહેલી કાર હતી અને આજ સુધી કંપનીની સૌથી પોલ્યુલર કારોમાંની એક છે. 1998માં તેને પહેલીવાર લોંચ કરવામાં આવી અને પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે એક લાંબા સમય બાદ તેનું થર્ડ જનરેશન મોડલ લાવવામાં આવી રહ્યું છે. એમએટી વર્જન સાથે લોંચ થનાર સેંટ્રો હ્યુંડાઇની ભારતીય બજારમાં પહેલી કાર હશે.