માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે નવી SANTRO, જાણો શું છે તેમાં ખાસ

Tue, 09 Oct 2018-3:59 pm,

જાણકારોના જણાવ્યા અનુસાર, નવી સેન્ટ્રોની માઇલેજ 20.3 કિલોમીટર પ્રતિ લિટર હશે. The All New SANTRO કારમાં કંપની સીએનજી કિટ (ફેક્ટરી ફિટેડ) ફિટ કરવવાનો વિકલ્પ આપવાની તૈયારીમાં છે. સીએનજી પર કારની માઇલેજ 30.5 કિલોમીટર પ્રતિ કિલો હશે.

આ કારમાં મલ્ટી મીડિયા સિસ્ટમ મોબાઇલ કનેક્ટિવિટીની સાથે છે. આ એન્ડ્રોઇડ ઓટો અને કારપ્લે અને મિરર લિંકથી જોડાયેલી છે. સ્ક્રીન પર રીયર કાર પાર્કિંગ કેમેરો પણ લગાવવામાં આવ્યો છે. નવી The All New SANTRO કારમાં કંપની સીએનજી કિટ (ફેક્ટરી ફિટેડ) ફિટ કરવાનો વિકલ્પ આપવાની તૈયારીમાં પણ છે.

નવી સેન્ટ્રોમાં 1.1 લીટર એટલે 1100 સીસીનું પેટ્રોલ ઇંધણ છે. આ ઇંધણ 69 હોર્સપાવર અને 5,500 આરપીએમથી લેસ છે. ઇંધણનો પીક ટોર્ક 99 ન્યૂટન મીટર છે. માનવામાં આવી રહ્યું છે કે કાર એએમટી ગીયર બોક્સની સાથે આવશે.

ગ્રાહક 11,000 રૂપિયા આપી આ કારની બુકિંગ કરાવી શકો છો. ઓનલાઇન પ્રી બુકિંગ 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર 2018 સુધી ઓપન છે. બુકિંગ ઓફરની આ કિંમત પહેલા 50 હજાર ગ્રાહકો માટે જ છે.

સેન્ટ્રો હ્યુડાઇની ભારતમાં પ્રથમ કાર હતી અને આ આજ સુધી કંપનીની સૌથી વધારે પોપ્યુલર કારોમાં શામેલ છે. 1998માં આ પહેલી વખત લોન્ચ કરવામાં આવી છે અને બાદમાં તેમાં બે વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link