આવી રહી છે Hyundai ની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, દમદાર છે લુક, જાણો લોંચ ડેટ

Mon, 13 Aug 2018-3:56 pm,

સાઉથ કોરિયાઇ કાર નિર્માતા કંપની હ્યુંડાઇ આ વર્ષે ભારતીય બજારમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી કાર લોંચ કરવા જઇ રહી છે. આ કારને પહેલીવાર જિનીવા મોટર શોમાં જોવામાં આવી હતી. હ્યુંડાઇ કોના કંપનીની પહેલી એવી ઇલેક્ટ્રિક એસયૂવી કાર છે, જે પહેલીવાર ભારતમાં લોંચ થશે. આ પહેલાં આ કારની એક ઝલક ઓટો એક્સપો 2018માં જોવા મળી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાર નવેમ્બરના મહિનામાં લોંચ કરવામાં આવી શકે છે. 

હ્યુંડાઇ કોના એસયૂવી પહેલાંથી ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાઇ રહી છે. આ કારના ઇલેક્ટ્રિક મોટરની પાવર 131 બીએચપી છે. આ એંજીન 359 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ પર આ ગાડી 300 કિમી સુધી ચાલી શકશે. હજુ સુધી કિંમતનો ખુલાસો થયો નથી. જોકે ભારતીય બજારમાં તેની કિંમત 13-18 લાખ વચ્ચે હોઇ શકે છે. 

કારમાં 17 ઇંચ એલાય વ્હીલ, ડિજિટલ ડેશબોર્ડ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, હીટેડ સીટો, અડેપ્ટિવ ક્રૂજ કંટ્રોલ, લેન સેટરિંગ સિસ્ટમ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકીંગ વગેરે દમદાર ફીચર્સ છે. 

હ્યુંડાઇનું કહેવું છે કે આ ગાડી 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જશે પરંતુ તેના માટે તેમાં 100 કિલો વોટ ડીસીનું ફાસ્ટ ચાર્જર લગાવવું પડશે. નોર્મલ એસ પોઇંટમાં આ ગાડી 6 કલાક સુધી ચાલશે.

ઇલેક્ટ્રિક એસયૂવી કાર 9.3 સેકેંડમાં 0 થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે. કારની ટોપ સ્પીડ 167 કલાક પ્રતિ કલાક છે. આ કારને એયરોડાયનૈમિકલી પણ ડિઝાઇન કરવામાં આવી છે. 

આ કાર ભારતમાં સીકેડી રૂટ પરથી લાવવામાં આવશે અને પછી તેને ચેન્નઇ સ્થિત કંપનીના કારખાનામાં એસેંબલ કરવામાં આવશે. હ્યુંડાઇએ વર્ષ 2020 સુધી ભારતમાં 8 કારો લાવવાની યોજના બનાવી છે જેમાં કોના પણ સામેલ છે. 

હ્યુંડાઇ કોનાને ભારતીય ઓટો બજારમાં કેટલીક પસંદગીના સ્થળો પર જ વેચવાની યોજના છે. દિલ્હી, મુંબઇ જેવા મહાનગરો ઉપરાંત તેમાં વધુ કેટલાક શહેર સામેલ થઇ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link