Success Story: ખેડૂતપુત્રને જ્યોતિષીએ કહ્યું- નહીં બની શકે IAS, એટલી મહેનત કરી...એક જ ઝટકે પાસ કરી પરીક્ષા

Fri, 30 Jul 2021-3:35 pm,

નવજીવન પવાર મહારાષ્ટ્રના નાસિકના એક નાના ગામમાં રહે છે અને તેઓ એક સાધારણ પરિવારના છે. તેમના પિતા ખેડૂત છે. નવજીવને બાળપણમાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો. તેઓ બાળપણથી જ અભ્યાસમાં સારા હતા અને ધોરણ 12 બાદ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ નવજીવન પવારે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય લીધો. જેના માટે પિતાએ સપોર્ટ કર્યો અને તૈયારી માટે દિલ્હી મોકલી દીધા. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ નવજીવન પવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં તેમના ટીચર એકવાર જ્યોતિષી પાસે લઈ ગયા. જ્યોતિષીએ તેમને કહ્યું હતું કે 27 વર્ષની ઉંમર પહેલા તેઓ આઈએએસ બની શકશે નહીં. આ વાત નવજીવનને ખટકી ગઈ અને નક્કી કરી લીધુ કે તે આ પરીક્ષાને જરૂર પાસ કરશે. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

યુપીએસસી પરીક્ષાના લગભગ એક મહિના પહેલા નવજીવન પવારને ડેંગ્યુ થઈ ગયો અને તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જો કે તેમણે હાર ન માની અને હોસ્પિટલમાં દાખલ થવા છતાં અભ્યાસ ચાલુ રાખ્યો. તેમનો જુસ્સો જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા. નવજીવન કહે છે કે હોસ્પિટલમાં એક હાથ પર ડોક્ટર ઈન્જેક્શન લગાવી રહ્યા હતાં અને મારા બીજા હાથમાં પુસ્તક હતું. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

બીમારી સામે લડીને નવજીવન પવારે પહેલા જ પ્રયત્નમાં પ્રીલિમ્સ ક્લિયર કરી. નવજીવન કહે છે કે રિઝલ્ટ આવ્યા બાદ ઈન્ટરવ્યુની તૈયારી કરવા લાગ્યો. તે સમયે મારા મનમાં ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ મારું ભવિષ્ય જણાવી શકે છે તો હું મારું ફ્યૂચર કેમ ન બદલી શકું. આખરે નવજીવનને સફળતા મળી અને ઓલ ઈન્ડિયા રેંક 316 મેળવીને આઈએએસ અધિકારી બન્યા. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

નવજીવન પવારના પિતા ખેડૂત છે અને તેઓ અભ્યાસ દરમિયાન પિતાની મદદ માટે ખેતરમાં કામ પણ કરતા હતા. આ ઉપરાંત નવજીવન ખેતરોમાં હળ પણ ચલાવતા હતા. (તસવીર-નવજીવન પવાર ઈન્સ્ટાગ્રામ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link