IAS Tina Dabi એ પુત્રની સાથે શેર કર્યો ફોટો, પોતે પણ બદલાઇ ગઇ આટલી
સપ્ટેમ્બરમાં પહેલીવાર માતા બનેલી IAS ઓફિસર ટીના ડાભીએ તાજેતરમાં જ તેના ફોલોઅર્સ સાથે તેના નવજાત બાળકની એક ઝલક શેર કરી હતી.
ટીના ડાભીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની બહેનના પતિનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમણે બાળકને હાથમાં પકડ્યો હતો અને તેને કેપ્શન આપ્યું હતું, "હેપ્પી બર્થડે, માસાજી!"
ટીના ડાભીની નાની બહેન રિયા પણ રાજસ્થાન કેડરમાં આઈએએસ અધિકારી છે અને તેના સાથી આઈપીએસ અધિકારી મનીષ કુમાર સાથે લગ્ન થયા છે. કુમારે 2 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
ટીના ડાભીએ પણ એપ્રિલ 2022માં IAS ઓફિસર પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કર્યા હતા, ટીનાએ આ વર્ષે 15 સપ્ટેમ્બરે પોતાના બાળકનું સ્વાગત કર્યું હતું. ISS ટીના ડાભીએ પોતાના પુત્રનું નામ નિખિલ રાખ્યું છે.
IAS ટીના ડાભી અને પ્રદીપ ગાવંડે આ વર્ષે 15 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા. આઈએએસ દંપતીના પુત્રનો જન્મ જયપુરની હોસ્પિટલમાં થયો હતો. જોકે ટીના ડાભી પોતાની અંગત માહિતી શેર કરતી રહે છે. તેના બેબી શાવરના ફોટા પણ સોશિયલ મીડિયા પર આવ્યા હતા.