IAS Tina Dabi: IAS અતહરની સગાઈ વચ્ચે ગોવામાં પતિ સાથે ફરતી જોવા મળી ટીના ડાબી, વાયરલ થઈ તસવીર
IAS ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર પતિ પ્રદીપ ગવાંડે સાથે તસવીરો શેર કરી છે. ફોટોમાં આ આઈએએસ કપલ ગોવામાં એન્જોય કરતું જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા ટીનાએ પ્રદીપ ગવાંડે સાથે બીજા લગ્ન કર્યાં છે. ટીનાએ પતિ પ્રદીપ ગવાંડે સાથે તસવીર શેર કરતા લખ્યું- Love Of My Life.
લગ્નના થોડા દિવસ બાદ ટીના ડાબીએ લગ્નનો એક આલ્બમ શેર કર્યો હતો. હવે ટીનાની ગોવાની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં ટીના પોતાના પતિ સાથે બીચ પર જોવા મળી રહી છે.
પ્રદીપ ગવાંડે રાજસ્થાન પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર છે. તો ટીના ડાબી રાજસ્થાન સરકારમાં સંયુક્ત સચિવ નાણા (કર) ના પદ પર તૈનાત છે. બંનેએ 20 એપ્રિલે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા ટીના સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી.
IAS ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેએ 15-20 સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ કપલે જયપુરની એક આલીશાન હોટલમાં લગ્નનું રિસેપ્શન પણ રાખ્યું હતું. ટીના અને પ્રદીપની મુલાકાત કોવિડ મહામારી દરમિયાન થઈ હતી.
લગ્નમાં ટીના વાળમાં ગજરો અને ગોલ્ડન કલરની સાડી પહેરીને જોવા મળી હતી. તો પ્રદીપ પણ સફેત કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.
તો 2015 બેચના બીજા ટોપર આઈએએસ અતહર આમિર ખાને બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા સાથી ડોક્ટર મેહરીન કાઝીની સાથે તસવીરો શેર કરી છે. આમિરે હેશટેગ એન્ગેજમેન્ટની સાથે તસવીર પોસ્ટ કરી છે.