ICC ચેરમેન બન્યા બાદ પહેલીવાર જય શાહે સાળંગપુરમાં લીધા દાદાના આર્શીવાદ, PHOTOs
જય શાહે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સાંજની આરતીના દર્શન કર્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના કોઠારી સ્વામી, ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને જય શાહનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી દ્વારા જય શાહને દાદાની મૂર્તિ ભેટ અપાઈ હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ગોપીનાથજી ભગવાનની પ્રતિમા ભેટ આપી હતી.
મંદિર દ્વારા જણાવાયું કે, ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા. સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર પધાર્યા હતા. તેમણે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.