World Cup 2019: આ છે વિશ્વકપ ઈતિહાસના 5 મહાન બેટ્સમેન

Wed, 15 May 2019-12:29 pm,

ભારતના સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. તે વિશ્વકપનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 45 મેચોમાં 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા છે. તેમાં 6 સદી અને 15 અડધી સદી સામેલ છે. સચિન તેડુંલકરે 2003ના વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ યાદગાર 98 રનની ઈનિંગ રમી હતી. 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિશ્વકપની પાંચ સિઝનમાં કુલ 46 મેચ રમી છે અને 45.86ની એવરેજથી 1743 રન બનાવ્યા છે. તેમાં પાંચ સદી અને છ અડધી સદી સામેલ છે. 2003ના વિશ્વકપ ફાઇનલમાં તેણે ભારત વિરુદ્ધ 140 રન ફટકાર્યા હતા.   

શ્રીલંકાના કુમાર સાંગાકારાની વિશ્વના સૌથી શાનદાર બેટ્સમેનોમાં ગણના થાય છે. વિશ્વ કપમાં તેણે 35 મેચોમાં 56.74ની એવરેજથી 1532 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 7 અડધી સદી સામેલ છે. 

ઓસ્ટ્રેલિયાના તોફાની વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે વિશ્વ કપની 31 મેચોમાં 36.16ની એવરેજથી 1085 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે. તેની સ્ટ્રાઇક રેટ 98.01ની રહી છે. 2007ના વિશ્વકપ ફાઇનલમાં તેણે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર 149 રનની ઈનિંગ રમી હતી. 

વેસ્ટ ઈન્ડિઝ માટે નંબર-4 પર બેટિંગ કરનારા બ્રાયન લારાએ 1992-2007 સુધી 5 વિશ્વકપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન લારાએ 34 મેચોમાં 42.74ની એવરેજથી 1225 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 7 અડધી સદી સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link