World Cup 2019: 11માંથી 9 સ્ટેડિયમ 100 વર્ષ જૂના, 48માંથી 40 મેચ અહીં રમાશે

Wed, 29 May 2019-11:02 am,

આ સ્ટેડિયમનું નિર્માણ 1841માં થયું હતું. તેમાં દર્શકોને બેસવાની ક્ષમતા 17000 છે. આ ગ્રાઉન્ડ પર પાંચ મેચ રમાશે. અહીં 13 જૂને ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયા છ મેચ રમી ચુકી છે, જેમાંથી તેનો ત્રણમાં વિજય અને ત્રણમાં પરાજય થયો છે. આ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વેએ 1983ના વિશ્વકપમાં પોતાની પર્દાપણ મેચ રમી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવીને અપસેટ સર્જયો હતો. 

1882માં બનેલા આ કાઉન્ટી ગ્રાઉન્ડની ક્ષમતા 8000 છે. આ ગ્રાઉન્ડ પર ત્રણ મેચ રમાશે. અહીં ટીમ ઈન્ડિયાની કોઈ મેચ નથી. કાઉન્ટી ગ્રાઉન્ડ બન્યા બાદ 101 વર્ષ સુધી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરવા રાહ જોવી પડી હતી. અહીં 1983ના વિશ્વકપમાં મેચ રમાઇ હતી. 2019ના વિશ્વકપમાં આ સૌથી નાનું સ્ટેડિયમ છે.   

1854માં બનેલા કાર્ડિફ વેલ્સ સ્ટેડિયમની ક્ષમતા 15200ની છે. આ વિશ્વકપમાં અહીં 4 મેચ રમાશે. આ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમની કોઈ મેચ નથી. અહીં પ્રથમ વનડે 1999માં રમાઇ હતી. ICC Champions Trophy, 2017 યજમાની ઈંગ્લેન્ડે કરી હતી. આ મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં પાકિસ્તાને યજમાન ઈંગ્લેન્ડને 8 વિકેટે પરાજય આપ્યો હતો.   

1886માં બનેલા એઝબેસ્ટન સ્ટેડિયમની ક્ષમતા 24500 છે. આ વિશ્વકપમાં અહીં 5 મેચ રમાશે. ભારતીય ટીમ આ મેદાન પર બે મેચ રમશે. 30 જૂને ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. તો 2 જુલાઈએ બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેદાન પર સેમીફાઇનલ મેચ પણ રમાશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 1999ની રોમાંચક સેમીફાઇનલ આ મેદાન પર રમાઇ હતી. 

માનચેસ્ટર સ્થિત ઓલ્ટ ટ્રૈફર્ડ સ્ટેડિયમનું નિર્માણ 1857માં થયું હતું. તેની ક્ષમતા 24.600ની છે. આ મેદાન પર 16 જૂને ભારત-પાક વચ્ચે ટક્કર થવાની છે. આ સિવાય 27 જૂને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટકરાશે. ઈંગ્લેન્ડની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડ સ્ટેડિયમનું નામ પણ ઓલ્ડ ટ્રૈફર્ડ છે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં 1999માં પાકિસ્તાનના ઓફ સ્પિનર સકલૈન મુશ્તાલે વિશ્વકપની બીજી હેટ્રિક ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઝડપી હતી.   

1890માં બનેલા હેડિંગ્લે સ્ટેડિયમની ક્ષમતા 18350 છે. આ ગ્રાઉન્ડ પર ચાર મેચ રમાશે. ભારતીય ટીમનો અહીં એકપણ મેચ નથી. ડોન બ્રેડમેને આ મેદાન પર 309 રન ફટકાર્યા હતા. 1975, 1979, 1983 અને 1999ના વિશ્વકપમાં આ ગ્રાઉન્ડ પર ઘણા રોમાંચક મુકાબલા યોજાયા હતા. 1975 વિશ્વકપના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના બોલર Gary Gilmour એ (6/14) ઘાતક બોલિંગ કરી હતી. 

14 જુલાઈએ વિશ્વકપ-2019નો ફાઇનલ મુકાબલો લોર્ડ્સમાં રમાશે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડમાં 5 મેચ રમાવાની છે. 28500 ક્ષમતા ધરાવનાર આ મેદાન પર ભારતની કોઈ મેચ નથી. 1814થી અહીં ક્રિકેટ રમાઇ રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 1884માં થઈ હતી. 1975, 1979, 1983 અને 1999ના વિશ્વકપની ફાઇનલ મેચ અહીં રમાઇ હતી. કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે અહીં ઈતિહાસ રચ્યો હતો.   

આ સ્ટેડિયમનું નિર્માણ 1845માં થયું હતું. ઈંગ્લેન્ડમાં પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટ મેચ આ મેદાન પર 1880માં રમાઇ હતી. અહીં 1872માં પ્રથમ એફએ કપનો ફાઇનલ જંગ પણ રમાયો હતો. એફએ કપ ઈંગ્લેન્ડની સૌથી જૂની ફુટબોલ ટૂર્નામેન્ટ છે. આ સ્ટેડિયમની ક્ષમતા 25000 છે. આ વખતે અહીં 5 મેચ રમાશે. ભારતીય ટીમ 9 જૂને ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર ટકરાશે. આ મેદાન પર ભારતે 15 મેચ રમી છે, જેમાં પાંચમાં જીત અને 9માં હારનો સામનો કરવો પડ્યો છે.   

અહીં ટીમ ઈન્ડિયાના બે મુકાબલા થયા છે. બંન્નેમાં મેચનું પરિણામ આવ્યું નથી. આ સ્ટેડિયમનું નિર્માણ 1995માં થયું હતું. આ બ્રિટનના સૌથી નવા મેદાનોમાંથી એક છે. તેની ક્ષમતા આશરે 14000 છે. આ શહેરમાં યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ડરહમ કૈસલ-ડરહમ કૈથેડ્રલ' છે. આ વખતે અહીં ત્રણ મેચ રમાવાની છે. આ ગ્રાઉન્ડ પર સર્વાધિક સ્કોર (261/6) પાકિસ્તાનના નામે છે, જે તેણે સ્કોટલેન્ડ વિરુદ્ધ બનાવ્યોહતો. આ સિવાય એડમ ગિલક્રિસ્ટે 1999ના વિશ્વકપમાં 39 બોલમાં 63 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.   

1889માં બનેલા બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડની ક્ષમતા 11000 છે. ઈંગ્લેન્ડના સૌથી સફલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ડોક્ટર વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસે રમતને પ્રોત્સાહન આપવા માટે 1889માં આ સ્ટેડિયને ખરીદ્યું હતું. આ ગ્રાઉન્ડમાં ત્રણ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર એકપણ મેચ રમશે નહીં. 

2001માં બનેલા Hampshire Bowlની ક્ષમતા 17000 છે. આ મેદાન પર પ્રથમ વખત વિશ્વકપનું આયોજન થવાનું છે. આ મેદાન પર કુલ પાંચ મેચ રમાશે. ભારતીય ટીમના બે મેચ સામેલ છે. પ્રથમ મેચમાં 5 જૂને આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ ઉતરશે. તો બીજા મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો અફગાનિસ્તાન વિરુદ્ધ થશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link