World Cupમાં ગોલ્ડન બેટ-બોલથી લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુધી, કયા ખેલાડીને મળ્યો કયો એવોર્ડ

Mon, 20 Nov 2023-1:18 pm,

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ICC ODI વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા. આ દરમિયાન વિરાટ કોહલીની એવરેજ 95.62 અને સ્ટ્રાઈક રેટ 90.31 હતી. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. વિરાટે સૌથી વધુ રન બનાવીને ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો હતો.

મોહમ્મદ શમી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. 24 સાથે 'સૌથી વધારે વિકેટ'નો એવોર્ડ જીત્યો હતો. અનુભવી ઝડપી બોલરને ભારત વિ ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ મેચમાં તેના પ્રદર્શન માટે 'બેસ્ટ બોલિંગ ફિગર્સ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, જ્યાં તેણે 7 વિકેટ લીધી હતી.

ભારતના વિરાટ કોહલીએ 765 રન, એક વિકેટ અને 5 કેચ સાથે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો એવોર્ડ જીત્યો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્માને 'મોસ્ટ સિક્સર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 31 સિક્સર ફટકારી હતી.

ટ્રેવિસ હેડે 114.17ના સ્ટ્રાઈક રેટથી 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 137 રન બનાવીને પોતાની ટીમને 6 વિકેટે જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનરને ફાઈનલ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેના તેના કારનામા માટે 'હાઈએસ્ટ સ્કોર' અને 'હાઈએસ્ટ સ્ટ્રાઈકર રેટ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેક્સવેલે 150.37ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી અણનમ 201 રન બનાવ્યા અને તેની ટીમને ઐતિહાસિક વિજય નોંધાવવામાં મદદ કરી.

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે રમતના 50 ઓવરના ફોર્મેટમાં 594 રન બનાવ્યા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. 30 વર્ષીય ખેલાડીને 'મોસ્ટ સેન્ચ્યુરી'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સૌથી વધુ અર્ધશતકનો એવોર્ડ મળ્યો હતો. ODI વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીના નામે 6 અડધી સદી છે.

ઓસ્ટ્રેલિયાએ રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને તેનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટ પૂરી થયા પછી, ચાહકો ફાઈનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ્સ' જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આ સાથે, ચાહકો એ પણ જાણવા માંગે છે કે ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડનો વિજેતા કોણ હતો. તો ચાલો જાણીએ ODI વર્લ્ડ કપ 2023ના એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી.

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે પણ 20 વિકેટ સાથે 'વિકેટકીપર દ્વારા સૌથી વધુ ડિસમિસલ'નો એવોર્ડ જીત્યો હતો.

ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલને 'મોસ્ટ કેચ'નો એવોર્ડ મળ્યો હતો. આ કિવી સ્ટારે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 11 કેચ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link