ધ્રૂજારી દેતી આગાહી! કાશ્મીરમાં આવશે બરફની સુનામી, ગુજરાતમાં ભયાનક દિવસો આવશે
ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. હવામાન વિભાગને વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફર્ક નહીં રહે, ઠંડીથી કોઈ રાહત નહિ મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, ઠંડી સામાન્ય ઓછી થશે. નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કોલવેવની આગાહી છે. ઉત્તર-પૂર્વ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ઉદભવ્યું છે. જેને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. પરંતું બીજી એક સિસ્ટમ પણ બની રહી છે. આંદામાન સમુદ્રના દક્ષિણ ભાગોમાં બીજી સિસ્ટમ જોવા મળી રહી છે, જે ચક્રવાતી પરિભ્રમણ દ્વારા સમર્થિત છે. આ બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધશે, સમાન ટ્રેકને અનુસરીને, શ્રીલંકા સુધી. હજુ પણ આગામી સપ્તાહની શરૂઆતમાં હવામાન પ્રવૃત્તિની બીજી લહેર આવવાની શક્યતા છે. 16મી ડિસેમ્બર 2024ના રોજ તમિલનાડુના દરિયાકાંઠે, મન્નરના અખાત પર નીચા દબાણનો વિસ્તાર વિકસી શકે છે. તીવ્ર હવામાન પ્રવૃત્તિનો બીજો રાઉન્ડ 16 અને 17 ડિસેમ્બરે તમિલનાડુ, દરિયાકિનારા અને આંતરિક ભાગો, દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને કેરળને અસર કરે તેવી શક્યતા છે.
કાશ્મીરમા ચિલ્લેકલા (ભયાનક ઠંડીની સીઝન) નું આગમન હજુ ૧૦ દિવસ દૂર છે પણ કાશ્મીરીઓ અત્યારથી જ ઠંડીથી કાંપી રહ્યાં છે. તેમને ચિંતા છે કે આ વખતે ચિલ્લેકલાં દરમ્યાન કેટલીક ભયાનક ઠંડી પડશે. ખરેખર તો કાશ્મીરીઓ માટે સમયચક્ર બદલાવા લાગ્યું છે. કાશ્મીરમાં ૨૧ અને ૨૨ ડીસેમ્બરની રાત થી ઠંડીની સીઝનની શરૂઆત ગણવામાં આવે છે. લગભગ ૪૦ દિવસની આ સીઝનને ચિલ્લેકલાં કહેવામાં આવે છે. આ વખતે હિમવર્ષા ઘણાં વર્ષો પછી સમયસર થઇ છે. આ વખતે એવું અનુમાન છે કે, ઠંડી પોતાનું ભયાનક રૂપ દેખાડી શકે છે આમ પણ કેટલાક વર્ષોથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે કાશ્મીર ક્યારેક બરફના સુનામીમાંથી પસાર થાય છે. તો કયારેક કાશ્મીરીઓએ પૂરો સામનો કરવો પડે છે.
ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.