આ 7 સ્થળોએ મકાનોના વધી જશે રાતોરાત ભાવ! વિદેશીઓ પણ ભૂલા પડે તેવા બનશે આઈકોનિક રોડ
અમદાવાદ શહેરમાં સાત સ્થળોએ આઇકોનીક રોડ બનાવવામાં આવશે. જેમાં ઍરપોર્ટથી હાંસોલ જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલા આઇકોનીક રોડ બાદ વધુ સાત સ્થળોએ આઇકોનીક રોડ બનાવવામાં આવશે. 350 કરોડના ખર્ચે કુલ 21 કિલોમીટરના સાત આઇકોનીક રોડ બનશે.
એરપોર્ટ સર્કલથી દફનાળા જંકશન સુધીના માર્ગ ઉપર 3.5 કિલોમીટરનો રોડ બનશે. ત્યારબાદ નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન ખાતે અઢી કિલોમીટરનો આઇકોનીક રોડ બનશે. કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડથી એસજી હાઇ-વે સુધીનો 3.3 કિલોમીટરનો આઇકોનીક રોડ બનાવવામાં આવશે.
ઇસ્કોનથી પકવાન જંકશનનો દોઢ કિલોમીટરનો રોડ આઇકોનીક બનાવવામાં આવશે. વિસત સર્કલથી તપોવન સર્કલના અઢી કિલોમીટરના રોડને આઇકોનીક રોડ બનાવવામાં આવશે. કેશવબાગથી પકવાન જંકશનના સવા બે કિલોમીટરનો આઇકોનીક રોડ બનાવવામાં આવશે. આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ આઇકોનીક બનાવવામાં આવશે. આઇકોનીક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ ઉભું કરાશે.
આઇકોનીક રોડ પર સ્ક્રેપ લાઇટિંગ અને લાઈટ પોલ પણ આધુનિક વાપરવામાં આવશે. વેન્ડિંગ ઝોન,ગઝેબો, બેસવા માટે બેંચ, વોકિંગ ટ્રેક અને ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવશે. શહેરના અનેક રોડને ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાશે. આગામી દિવસોમાં શહેરમાં અનેક રોડને અઈકોનિક રોડ તરીકે વિકસાવાશે. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની સુવિધા હશે. હાલ તો અમદાવાદ શહેરમાં 7 જગ્યાએ આઈકોનિક રોડ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આગામી સમયમાં શહેરના અનેક રોડને ડેવલોપ કરી શહેરની સુંદરતામાં વધારો કરાશે.
હવે તમને લાગશે કે સરકારના આ નિર્ણયથી શું ફેર પડશે. એટલે કે જે લોકો પાસે દુકાન, મકાન કે કોઈ વસ્તુ છે તો તેનો ભાવ વધી જશે. એટલે કે લોકોના મકાન, દુકાન, જમીન દરેકની વેલ્યૂ વધી જશે.