ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સમુદ્રમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, આ સાથે ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. તારીખ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે.
ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.
ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.