શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તેમણે ખાવી જોઈએ આ વસ્તુઓ, દવાની જેમ કરે છે અસર
શરીરમાં જો કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ હોય અને તેને ઝડપથી દૂર કરવી હોય તો સોયા મિલ્કનું સેવન કરો. સોયા મિલ્કમાં ગાયના દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. સોયા મિલ્ક વિટામીન ડી નો પણ સારો સોર્સ છે. સોયા મિલ્કનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.
શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવી હોય તો ચીયા સીડ્સ પણ એક સારો વિકલ્પ છે. જો તમે ચીયા સીડ્સનું સેવન કરો છો તો સ્નાયુ મજબૂત થાય છે અને કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે.
જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો રોજ બદામનું સેવન કરવાનું શરૂ કરો. જો તમે નિયમિત રીતે બદામ ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.
સફેદ બીન્સમાં આયરન અને પ્રોટીનની સાથે કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ નો તે સારો સોર્સ છે. જો તમે સફેદ બીન્સનો સમાવેશ ભોજનમાં કરો છો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)