જો તમને આ 5 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન! હોઈ શકે છે WhatsApp સ્કેમનો સંકેત
જો કોઈ અજાણ્યો નંબર તમને કોઈ અજીબ કે શંકાસ્પદ મેસેજ મોકલે છે તો સાવધાન થઈ જજો. સાથે જો કોઈ તમને સરળતાથી પૈસા કમાવવા કે કોઈ મોટી જીતની ઓફર આપે છે, તો પણ સાવધાન થઈ જજો. આ પણ એક સ્કેમ હોઈ શકે છે.
વોટ્સએપ પર જો કોઈ વ્યક્તિ તમને તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે બેંક એકાઉન્ટ નંબર, ઓટીપી, પાસવર્ડ અથવા તો અન્ય જાણકારી માંગે છે તો સાવધાન થઈ જજો. કોઈને પણ કોઈ અજાણ્યાની સાથે પર્સનલ ડિટેલ્સ શેર ના કરો.
કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા તેણે સારી રીતે તપાસ કરી લો. હોઈ શકે છે કે તે તમને કોઈ ખતરનાક વેબસાઈટ પર લઈ જાય. તેનાથી સ્કેમર્સ તમારા વોટ્સએપને હેક કરી શકે છે.
સ્કેમર્સ ઘણીવાર ઉતાવળમાં મેસેજ લખે છે, જેના કારણે તેમાં ગ્રામર અને સ્પેલિંગની ભૂલો હોઈ શકે છે. જો તમારા પાસે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તેમાં ગ્રામર અન સ્પેલિંગની ભૂલો પર ધ્યાન આપો.
જો તમને કોઈ કંપની યા સંગઠન તરફથી કોઈ મેસેજ મળે છે, તો તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાણકારીની પુષ્ટિ કરો. હોઈ શકે છે કે કોઈ સ્કેમર તમને કોઈ કંપનીનાનામ પર મેસેજ કરે અને તમે તેમની પકડમાં આવી જાવ.