વાળને ઝડપથી કરવા હોય લાંબા તો ખાવાનું શરુ કરો આ 5 Superfood, 30 દિવસમાં દેખાશે ગ્રોથ
એવોકાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન ઈ સ્કેલપના પોર્સને રિપેર કરે છે જેના કારણે વાળ ઝડપથી વધવા લાગે છે.
કેળા વાળને સારું પોષણ આપી શકે છે, કારણ કે તે પોટેશિયમથી ભરપુર હોય છે. તેને ખાવાની સાથે તમે તેનો માસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
ચિયા ચિડ્સ ખાવાથી ઘણા ફાયદા થાય છે, સૌથી વધુ લાભ વાળને થાય છે. તેનાથી વાળના મૂળને પોષણ મળે છે. આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ ખતમ થઈ જાય છે.
ગોજી બેરી એક સ્વાદિષ્ટ ફળ છે જેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઇ અને એમિનો એસિડ હોય છે. તેમજ તેને ખાવાથી ફોસ્ફરસ, કોપર અને આયર્ન મળે છે જે વાળના ગ્રોથ અને પોષણમાં મદદ કરે છે.
શક્કરિયા એક ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે, તેમાં બીટા કેરોટીન હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના કારણે વાળ ઝડપથી વધવા લાગે છે.