શું વરસાદમાં તમારી ગાડી બગડી છે? વીમો ક્લેઈમ કરવો હોય તો આ બાબતોનું રાખો ધ્યાન
આ વિશે ઓટોમોબાઇલ એક્સપર્ટ મનિષ દવેએ જણાવ્યું કે, કાર લાંબો સમય પાણીમાં પડ્યા રહે તો અને તેને ચાલુ કરવાનો પ્રયાસ કરીએ તો એન્જિન હાઇડ્રોસ્ટેટીક લોક થાય છે. એન્જિન હાઇડ્રોસ્ટેટીક લોક થતાં તેનો ઇન્સ્યોરન્સ પાસ થતો નથી. જે વાહન માલિકે એન્જિન કવર અને ઓઇલ ટેન્ક કવર વીમો લીધો હોય તેને વરસાદમાં ડુબેલી કારના રીપેરીંગમાં લાભ મળે અને તે પણ ત્યારે જ્યારે વાહન માલિકે ગાડી ચાલુ ન કરી હોય ત્યારે જ, નહિ તો તેનો ફાયદો મળતો નથી.
પાણીમાં જળ સમાધિ લીધેલ કારમાં સરેરાશ 10 હજારથી માંડી ૧૫ લાખ સુધીનો ખર્ચ આવે છે. સ્મોલ સેગમેન્ટની ગાડી પાણીમાં ડુબી હોય અને તેને ચાલુ કર્યા સિવાય વર્કશોપ સુધી લઇ જવાય તો તે ૧૦ થી ૧૫ સુધીના ખર્ચામાં રીપેર થઈ જાય છે. પણ જો આ વાહન સેલ મારીને ચાલુ કરવામાં આવેતો તેનો ખર્ચે વધીને 50 હજાર થી 75 હજાર સુધી પહોંચે છે.
હાઇ એન્ડ અને લક્ઝુરીયસ કાર્સ પાણીમાં ડુબી હોય અને તેને ટો કરી વર્કશોપ લઇ જવાય તો તે ૨૫ થી ૩૦ હજાર સુધીમાં રીપેર થાય છે. પરંતુ જો આ કાર સેલ મારી ચાલુ કરવામાં આવેતો તેનો ખર્ચ 15 લાખ સુધી પહોંચે છે. હાઇએન્ડ કારમાં ઇવીએમ, બીસીએમ અને ઇલેક્ટ્રોનિક મોડ્યુલના કારણે રીપેરીંગ ખર્ચ વધારે આવે છે.