હવામાન વૈજ્ઞાનિકની ઘાતક આગાહી! કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી આપવામાં આવી છે.
ભાવનગર, દ્વારકા અને, કચ્છમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને, તાપીમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને વલસાડમાં ઔરંગા નદી પણ ભયજનક સપાટીને પાર... કાશ્મીરનગર થયું પાણી પાણી.. તો વલસાડથી 40 ગામોને જોડતા રસ્તો થયો બંધ.. પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યું..
ઑફશોર ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટીવ બની છે. જેને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને નદીઓ ગાંડીતૂર બનતા નવસારી પાણી પાણી... બીલીમોરા થયું પાણીમાં ગરકાવ.. ઘોલ ગામ બેટમાં ફેરવાતા 1 હજાર લોકોને અસર.. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારી, વલસાડની સ્થિતિ અંગે મેળવી માહિતી..
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.