પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું મોટું એલર્ટ

Wed, 25 Sep 2024-6:36 pm,

IMD Weather Alert: સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, બે કલાકથી ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી-પાણી થયું છે. કૈલાસનગરમાં ઘૂંટણસણા પાણી ભરાયા છે.

દેશમાં ચોમાસાની વિદાય વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ગોવા, કોંકણ અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ અને 25 સપ્ટેમ્બરે ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, કર્ણાટક, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દિલ્હીમાં પણ વરસાદની આગાહી કરી છે.

હવામાનની સ્થિતિ પર IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું, અમારું અનુમાન છે કે આગામી 48 કલાકમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. અમે આજે ગુજરાતમાં ભારે વરસાદ અને આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીની વાત કરીએ તો આજે સાંજ સુધી હળવો વરસાદ પડી શકે છે અને અમે આવતીકાલે અને ત્યારબાદ પણ હળવા વરસાદની અપેક્ષા રાખીએ છીએ.

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બરથી દિલ્હીમાં ફરી વરસાદની મોસમ શરૂ થઈ શકે છે, જે 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 31 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 23 થી 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

દિલ્હીવાસીઓની બુધવારની સવાર ગરમ હવામાન સાથે શરૂ થઈ હતી કારણ કે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં લગભગ ત્રણ ડિગ્રી વધારે હતું. હવામાન કચેરીએ બુધવારે હળવા વરસાદની આગાહી કરી છે, જેના કારણે તાપમાનનો પારો નીચો આવશે અને ગરમીમાં ઘટાડો થશે.

 ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે શહેરમાં હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. IMD વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સવારે 8.30 વાગ્યે ભેજનું સ્તર 84 ટકા નોંધાયું હતું. બાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. ગુજરાતમાં આજે અમદાવાદ, નવસારી અને સુરતમાં વરસાદ વરસ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link