કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

Mon, 14 Jun 2021-1:11 pm,

એવી માન્યતા છે કે નોઝ રિંગ મધ્ય પૂર્વમં ઉપદ્રવ્યો પહેરતા હતા.જે 16મી સદીમાં મુગલોના રાજમાં ભારતમાં આવ્યા હતા.આ સિવાય પ્રાચીન આયુર્વેદિકમાં પણ સુશ્રુતા સંહિતામાં નાકમાં રિંગ પહેરવાના લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેથી ભારતીય સંસ્કૃતિમાં નથણીની પરંપરા છે.આ રિવાજ માત્ર હિંદુ સ્ત્રીઓમાં જ નહીં પણ અન્ય ધર્મોની મહિલાઓમાં પણ જોવા મળે છે.

નથણી માટે મંગલ સુત્રની જેમ કોઈ ખાસ કડક નિયમો નથી.નોઝ રિંગ કુંવારી અને પરણિત સ્ત્રીઓ પહેરી શકે છે.નોઝ રિંગ પહેરવાના કેટલા ફાયદા હોય છે.પરંતુ આધુનિક યુગમાં નોઝ રિંગ ફેશન બની ગઈ છે.જેથી સુંદર દેખાવવા દરેક સ્ત્રીઓ નથણી પહેરતી હોય છે.  

નાકમાં રિંગ પહેરવાને ભારતમાં લગ્નનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહિલાના પતિના મૃત્યુ સમયે નાકની રિંગ ઉતારી લેવામાં આવે છે.આ ઉંપરાત 16 વર્ષની ઉંમર સુધીમાં છોકરીને નાક વિંધાવી લેવાની માન્યતા છે. જે પરંપરાગત રીતે લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર ગણાય છે. રિંગ પહેરી લગ્નની દેવી પાર્વતીને આદર અને સન્માન આપવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે.  

સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલના ડાબા નાકના ભાગમાં આવેલ ચેતા પ્રજનન અંગો સાથે સંકળાયેલા હોય છે.જેથી મહિલાના નાકના ડાબા ભાગમાં રિંગ પહેરવામાં આવે છે.નાક વિંધવાથી બાળકનું સરળતાથી જન્મ થાય તેમાં મદદ મળતી હોવાની માન્યતા છે.આયુર્વેદ અનુસાર નાક વિંધિ રિંગ પહેરવાથી સ્ત્રીઓને માસિક સમયગાળામાં પીડા ઓછી થાય છે.જેથી મહિલાઓ નોઝ રિંગ પહેરે છે.  

લોકોમાં એવી પણ માન્યતા છે કે પત્નના નાકમાંથી સીધી બહાર આવતી હવા પતિના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.જેથી નાકમાં રિંગ પહેરવાથી હવા મેટલના અવરોધ સાથે બહાર આવે છે.જેથી પત્નીના નાકની હવાથી સ્વાસ્થ્યને જોખમ નથી રહેતું.આ મોટે ભાગે અંધશ્રદ્ધા છે, જે ભારતના પૂર્વી ભાગોમાં લોકપ્રિય છે.  

આજે સામાન્ય ઘરની મહિલાઓથી લઈને બોલીવુડની અભિનેત્રીઓમાં પણ નોઝ રિંગનો ક્રેઝ જોવા મળે છે.દીપિકા પાદૂકોણથી સોનાક્ષી સિન્હાથી લઈ અનેક અભિનેત્રીએ નોઝ રિંગ પહેરી છે.સાથે ટીવી સિરિઝના પર્દા પર પણ નોઝ રિંગ છવાયેલી રહે છે.જેથી પરંપરાગત રીતે પહેરાતી નોઝ રિંગ આજે ફેશન બની ચુકી છે.  

માર્કેટમાં આજે નોઝ રિંગ ઘણા પ્રકારની મળે છે.કોઈને નાની સાઈઝની રિંગ ગમે છે.તો કોઈ મોટી સાઈઝની નોઝ રિંગ પહેરે છે.સામાન્ય દિવસો માટે અલગ અને પ્રસંગો માટે અલગ નોઝ રિંગ જોવા મળે છે.લોખંડ, પ્લાસ્ટીથી લઈને સોનાની રિંગ પણ માર્કેટમાં જોવા મળે છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link