Imran Khan ના આ બોલીવુડ હસીનાઓ સાથે હતા લફરા!, કોઈની પણ સાથે પ્રેમસંબંધ ટક્યો નહીં

Mon, 24 May 2021-7:44 am,

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનનું નામ બોલીવુડ અભિનેત્રી શબાના આઝમી સાથે પણ જોડાયું હતું. આ બંનેની નીકટતાના સમાચાર છાશવારે સાંભળવા મળતા હતા. 

રેખા એક જમાનાની જાણીતી બોલીવુડ અભિનેત્રી રહી ચૂકી છે. સદાબહાર રેખા સાથે ઈમરાન ખાને મુંબઈમાં થોડા વર્ષો પહેલા સમય પસાર કર્યો હતો. તે સમયે તે અને રેખા અનેક જગ્યાએ એક સાથે જોવા મળ્યા હતા. 

ઈમરાન ખાન અને મુનમુન સેનના કિસ્સા પણ ખુબ ચર્ચાયા હતા. કહેવાતું હતું કે ઈમરાન ખાનને એ બંગાળી અભિનેત્રી ખુબ ગમતી હતી. 

ઈમરાન ખાનના કરોડો દીવાનાઓમાં એક નામ બોલીવુડની હોટ અભિનેત્રી ઝીન્નત અમાનનું પણ હતું. વર્ષ 1979ના નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે ઈમરાન ખાનના નામની આગળ પહેલીવાર બ્લેબોય શબ્દનો ઉપયોગ કરાયો હતો. તે વર્ષે ઈમરાન ખાને પોતાનો 27મો જન્મદિવસ ટીમના સાથીઓ સાથે બેંગ્લુરુના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ઉજવ્યો હતો. પરંતુ કેટલાક ભારતીય અખબારોએ એવો દાવો કર્યો હતો કે ઈમરાને પોતાનો 27મો જન્મદિવસ બોલીવુડ દીવા ઝીન્નત અમાન સાથે ઉજવ્યો. જો કે ઝીન્નતે કે ઈમરાને પોતાના સંબંધ વિશે કોઈ પણ ખુલીને વાત કરી નહતી.

એક સમયે એવો પણ આવ્યો કે કહેવાતું હતું કે ભારતીય હીરોઈનોને મનપસંદ હીરો છે ઈમરાન ખાન. તેમના અફેરના કિસ્સાઓ આજે પણ મશહૂર છે જે એક સમયે અખબારોની હેડલાઈન્સ બન્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link