Photos: ઓસ્ટ્રેલિયાથી પરત લાવવામાં આવી અત્યંત મૂલ્યવાન પ્રાચીન મૂર્તિઓ, PM મોદીએ કર્યું નિરીક્ષણ
નવી દિલ્હી: ભારત એકવાર ફરીથી ઐતિહાસિક મહત્વ ધરાવતી 29 પ્રાચીન ઐતિહાસિક મહત્વ ધરાવતી વસ્તુઓ પાછી મેળવવામાં સફળ નીવડ્યું છે. આ પ્રતિમાઓ ઓસ્ટ્રેલિયાથી પરત લાવવામાં આવી. જેમાં ભગવાન શિવ, તેમના શિષ્ય, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના રૂપ, જૈન પરંપરા, ચિત્ર અને સજાવટની વસ્તુઓ સામેલ છે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયાએ પોતાના ત્યાં દાયકાઓથી પડેલી મૂર્તિઓ અને તસવીરો ભારતને એવા સમયે પરત કરી છે કે જ્યારે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી બેઠક થવા જઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાએ ચાર શ્રેણીઓની મૂર્તિઓ ભારતને પરત કરી છે. જેમાં શિવ અને તેમના શિષ્ય, આરાધનામાં લીન શક્તિ, ભગવાન વિષ્ણુ અને તેમના અલગ અલગ અવતાર તથા જૈન પરંપરાના ચિત્ર અને સજાવટની વસ્તુઓ સામેલ છે.
આ શ્રેણીઓની કુલ 29 બહુમૂલ્યવાન વસ્તુઓ પરત કરવામાં આવી છે જે 9થી 10મી સદીમાં અલગ અલગ કાળ સંબંધિત છે.
આ પ્રતિમાઓ અને અવશેષો અલગ અલગ સમયના છે. તે 9-10 શતાબ્દી ઈસ્વી પૂર્વના છે. મુખ્ય રીતે તે બલુઆ પથ્થર, સંગેમરમર, કાંસ્ય, પીત્તળ અને કાગળમાં નક્શીકામ કરાયેલી મૂર્તિઓ અને પેન્ટિંગ છે. આ પ્રાચીન મૂર્તિઓ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળથી છે. પીએમ મોદીએ આ મૂર્તિઓ પરત આવ્યા બાદ તેમનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું.
કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ અનેક દેશોથી અતિમૂલ્યવાન વસ્તુઓ પરત આવી રહી છે. જેમાં મોટાભાગની પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતી મૂર્તિઓ સામેલ છે.
ભારતમાં ગત વર્ષે 200થી વધુ ઐતિહાસિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ પાછી લાવવામાં આવી ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 જાન્યુઆરીના રોજ મન કી બાતમાં ભારતની પ્રાચીન મૂર્તિઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓને પાછી લાવવી એ ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે 2013 સુધીમાં લગભગ 13 પ્રતિમાઓ જ ભારત લાવી શકાઈ હતી. પરંતુ ગત સાત વર્ષમાં 200થી વધુ અતિમૂલ્યવાન પ્રતિમાઓને ભારત સફળતાપૂર્વક લાવી શકાઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, હોલેન્ડ, કેનેડા, સિંગાપુર અને જર્મની જેવા દેશોમાંથી પાછી લવાઈ છે. થોડા સમય પહેલા કાશીથી ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા પાછી લવાઈ હતી. ત્યારબાદ 10મી શતાબ્દીની દુર્લભ નટરાજની પ્રતિમા લંડનથી રાજસ્થાન પાછી લાવવામાં આવશે. આ મૂર્તિ બાડૌલીના પ્રાચીન ઘાટેશ્વર મંદિરમાંથી 1998માં ચોરી થઈ હતી. હવે આ પ્રતિમા તે મંદિરમાં સ્થાપિત કરવામાં આવી શકે છે.
આ વર્ષ ફેબ્રુઆરીમાં સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ જાણકારી આપી હતી કે તમિલનાડુથી એક દાયકા પહેલા ચોરાયેલી ભગવાન હનુમાનની 500 વર્ષ જૂની મૂર્તિને ઘરે લાવવામાં આવી હતી. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ફરીથી પ્રાપ્ત કરાયેલી ચોરી થયેલી પ્રતિમાને 23 ફેબ્રુઆરીના રોજ યુએસ ચાર્જ ડી અફેર્સ દ્વારા કેનબરામાં ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવી હતી.