5 સ્ટાર રેસ્ટોરન્ટથી ચાની કિટલી વાળો ડિજિટલ થયો, શું પણ ગુજરાત સરકારની સેવાઓ છે ડિજિટલ!

Sun, 17 Jan 2021-10:06 pm,

21મી સદીને ટેકનોક્રેટ સદી કહી શકાય છે. વિશ્વભરમાં શોધાયેલી નવી નવી ટેકનોલોજીથી માનવીના જીવવાની રીત બદલાતી ગઈ. એકસમયે ઘરની બહાર STDમાં કે લેન્ડલાઈન પર વાતો કરનાર માણસે ક્યારેય એવું વિચાર્યું હશે કે આજે તે વીડિયો કોલથી દુનિયાના કોઈ પણ ખૂણામાં વાત કરી શકશે. ત્યારે આ જ તો ટેકનોલોજીની કમાલ છે. કહેવાય છે કે માણસે જમાના સાથે બદલાતું રહેવું જોઈએ અને જો તે પોતાનામાં પરિવર્તન ન લાવે તો ક્યાય પાછો રહીં જાય. ટેકનોક્રેટ યુગમાં જો સૌથી મોટી ટેકનોલોજી આપણને ઉપયોગી થઈ છે તો તે છે ડિજિટલ ટ્રાન્જેકશનની. આજે તમે તમારા હાથમાં રહેલા સ્માર્ટફોનની મદદથી ગમે તેટલી મોટી રકમ તમે મિનિટોમાં ટ્રાન્સફર કરી શકો છો. ડિજિટલ પેમેન્ટથી રૂપિયાની લેવડદેવડ ન માત્ર ફાસ્ટ પરંતું વધુ સુરક્ષિત પણ થઈ છે. આજે મોટામાં મોટી રેસ્ટોરન્ટથી લઈ ચાની કિટલી, પાનના ગલ્લા સુધી રોકડનું સ્થાન ડિજિટલ કરન્સીએ લીધું છે.

પ્રધાનમંત્રી મોદીએ 'ડિજિટલ ઈન્ડિયા' કેમ્પેઈન ચલાવ્યું જેને સારી એવી સફળતા મળી છે. આજે લોકો મોટા આર્થિક વ્યવહારો હોય કે પછી કરિયાણાની દુકાનેથી કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય લોકો હવે 'ડિજિટલ કરન્સી'નો ઉપયોગ કરે છે. રેસ્ટોરન્ટમાં જમવાનું હોય કે મોલમાં શોપિંગ કરવાની હોય કે પછી અન્ય કોઈ પણ નાના મોટા કામ હોય હવે લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપે છે. પહેલા ડેબિટ કાર્ડનો ઉપયોગ તો થતો હતો હવે UPIથી આર્થિક વ્યવહાર સરળ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે પાનના ગલ્લાવાળો, ચાની કિટલી અને નાસ્તાની દુકાનમાં UPIનો ઉપયોગ કરાય છે પરંતું ગુજરાત સરકારની કેટલીક એવી સેવાઓ છે જે હજી નથી થયા ડિજિટલ અને લોકોને કહે છે 'ઓન્લી કેશ'

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે GSRTCની વેબસાઈટમાં તમે ટિકિટ બુક કરાવશો તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો પરંતું તમે રૂબરૂ ST ડેપોમાં રિઝર્વેશન કરવા જશો કે બસનો પાસ કઢાવવા જશો તો ત્યા તમને ડિજિટલ ટ્રાન્જેકશનનો વિકલ્પ નહીં મળે. ગાંધીનગર ST ડેપોમાં જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યા તમારે ટિકિટ લેવાની હોય કે,બસનો પાસ કઢાવવાનો હોય તે લોકો તમારી પાસેથી રોકડ જ લેશે. ST ટિકિટ બારી કે પાસ કાઉન્ટરમાં UPI પેમેન્ટ સ્વીકારાતું નથી કે પછી ડેબિટ કાર્ડ પણ લેવામાં આવતું નથી એટલે ડેપોમાં મુસાફરે પોતાની પાસે રોકડ રાખવી જ પડશે. ત્યારે ST ડેપોમાં ડિજિટલ પેમેન્ટને સ્વીકારવામાં આવે તો મુસાફરોની ઘણી સરળતા પડે છે.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની અંદર આવતું એટલે ગુજરાત ગેસ... 400થી વધુ CNG પંપ ન માત્ર ગુજરાત પરંતું સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર અને ઠાણે જિલ્લામાં પણ છે. ગુજરાતના દરેક જિલ્લામાં તમને ગુજરાત ગેસનો CNG પંપ મળશે. આજે દરેક 5 કારે ત્રણ કાર CNG હોય છે. મહત્વની વાત છે કે ગુજરાત ગેસના CNG પંપ સ્ટેશનમાં ડિજિટલ પેમેન્ટ માટે વાહનચાલકોને સમસ્યા નડે છે. હા ત્યા ડેબિટ કાર્ડથી પેમેન્ટ લેવાનો વિકલ્પ હોય છે પરંતું UPI પેમેન્ટનો વિકલ્પ તે લોકો નથી આપતા અને જો તમારે રાત્રિના સમયે વાહનમાં CNG પૂરાવવો હોય તો તમારે રોકડ જ આપવી પડશે.

ગુજરાત સરકારનું વાહનવ્યવહાર વિભાગ ટેકનિકલ રીતે એડવાન્સ થયું છે પરંતું હજી કેટલીક બાબતોમાં એ લોકો ડિજિટલી મોડ પર પેમેન્ટ સ્વીકારતા નથી. ગાંધીનગર RTOમાં HSRP પ્લેટ લગાવવાની પ્રક્રિયા કરવા માટેનું કાઉન્ટર છે ત્યા ફકત રોકડ જ સ્વીકારવામાં આવે છે. મતલબ કે તમે RTOમમાં HSRP પ્લેટની કામગીરી માટે જશો તો ખીસ્સામાં તમારે રોકડ રાખવી પડશે

આ સ્થળો ઉપરાંત તમને નગરપાલિકા કે મહાનગરપાલિકાની કચેરી, પોસ્ટ વિભાગમાં એવા ઘણા ખાતા જોવા મળશે જ્યા ફકત રોકડ સ્વીકારાતી નથી. અહીં વાત તમામ કચેરીની નથી કેટલાક જિલ્લાઓમાં ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ આપે છે જે આવકાર્ય છે પરંતું હજી પણ ગુજરતમાં સરકારી સેવાઓ અને કચેરીઓએ અપડેટ થવાની જરૂર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link