અમદાવાદની આ 130 જગ્યાઓ પર ચોમાસામાં સો ટકા પાણી ભરાશે, નીકળ્યા તો મર્યા સમજજો

Fri, 07 Jun 2024-6:06 pm,

આગામી ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવી 130 જગ્યામાંથી 102 સ્થળે કામ કરાયાનો દાવો કર્યો છે. પરંતુ આ તમામ સ્થળે પાણી ભરાશે જ એવું અધિકારીઓનું માનવું છે, જોકે, પ્રી-મોન્સુનની કામગીરી અંતર્ગત સૌથી વધુ પાણી ભરાતા સ્થળો પર ઝડપી પાણીનો નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરી છે.  

ગણતરીના દિવસોમાં શરૂઆત ચોમાસાની શરૂઆતના એંધાણ છે. ત્યારે ચોમાસાના આગમનને લઈને amc એ પ્રિ મોનસુન પ્લાન રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ચોમાસાને લઇ કરવાની થતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ રહી છે. પ્રેઝન્ટેશન થકી તંત્રે આંકડાકીય માહિતી રજૂ કરાઈ હતી. 

બીજી તરફ મોન્સૂન રીવ્યુ બેઠકને લઈ વિપક્ષના નેતા શહેઝાદ ખાને પ્રહાર કરતા કહ્યું કે, તંત્ર રોડ પર નહીં ફક્ત ઓફિસમાં બેસી કાગળ પર કામ કરે છે. ચોમાસાની તૈયારી હોવા છતાં હજી ઠેર ઠેર ખોદકામ યથાવત છે. 3500 કિમીના રસ્તા સામે ફક્ત 950 કિમીની સ્ટોર્મવોટર લાઈન જ નાંખી શકાય છે. વર્ષોથી સત્તામાં રહેલા ભાજપે ફક્ત વાયદા આપ્યા છે.  

આ બેઠકમાં લેવામા આવેલા પગલા વિશે માહિતી આપવામા આવી. જેમાં સાતેય ઝોનમાં મળી 24 કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 27 સ્થળોએ રેઇન ગેજ મુકવામાં આવ્યા છે. ઝોન મુજબ વોટ્સએપ મારફતે ફરિયાદ નોંધાવી શકાશે. આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોંની ટિમ સ્ટેન્ડબાય રહેશે. વરસાદી પાણી ભરાવાના 130 સ્થળોની ઓળખ કરી જરૂરી કામગીરી કરવામાં આવી છે. 

 શહેરભરમાં પથરાયેલા 2385 cctv નેટવર્ક થકી પાણી ભરાવવાની સ્થિતિ પર નજર રખાશે. ઓરેન્જ, બ્લ્યુ અને યલો કલર કોડિંગ કરી પાણી ભરાવવાના સ્થળ અને સ્થિતિ મુજબ કામગીરી કરાશે. 

21 અંડરપાસ માંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મુકવામાં આવ્યા, cctv થી સતત નજર રખાશે. વરસાદી પાણીના નિકાલ માટે 63649 કેચપીટની સફાઈ કરવામાં આવી, સતત ચાલુ રહેશે. સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે 23 અને પૂર્વ છેડે 18 ડિસ્ચાર્જ પોઇન્ટ નક્કી કરાયા છે. ખારીકટ કેનાલમાં પાણી નિકાલ માટે 67 સંપ બનાવવામાં આવ્યા, 113 પંપ દ્વારા પાણી નિકાલ કરવામાં આવશે. 

 વરસાદી પાણીના નિકાલ માટે 35 સ્ટોર્મ વોટર પમ્પીંગ સ્ટેશન અને 87 પમ્પ ગોઠવવામાં આવ્યા છે. બગીચા ખાતા દ્વારા તમામ જરૂરી સાધનો 9 વૃક્ષ ટ્રિમિંગ વાન સ્ટેન્ડબાય રાખવાનું આયોજન છે. તળાવોના ઈનલેટ અને આઉટલેટ પોઇન્ટની સફાઈ કરવામાં આવી, તળાવમાં મહત્તમ પાણી આવે એવું આયોજન છે. amc હદમાં પૂર્વ પશ્ચિમ તરફ ભેળવાયેલા વિસ્તારોમાં 10 કિમીની સ્ટોર્મવોટર લાઈન નાખવામાં આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link