Almond: આ 5 લોકોએ ભુલથી પણ ન ખાવી બદામ, ખાવાથી તબિયત પર થાય છે ખરાબ અસર
બદામ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય તો સુધરે છે પરંતુ કેટલાક લોકોએ બદામ ખાવાથી દૂર રહેવું જોઈએ ખાસ કરીને એવા લોકો જેમને પથરીની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ.
જો બદામનો ઉપયોગ તમે વધારે પ્રમાણમાં કરો છો તો તેના પોષક તત્વોના કારણે પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જો નિયમિત બદામ ખાવી હોય તો દિવસમાં ફક્ત બે જ બદામ ખાવાનું રાખો.
જે લોકોને પેટમાં બળતરાની તકલીફ રહેતી હોય તેમણે પણ બદામ ખાવાથી બચવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.
જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય તેમણે પણ બદામનું સેવન ઓછું કરવું. જો તમે વધારે બદામ ખાશો તો પેટ ભારે થશે અને ઉલટી તેમજ લુઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.
જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે પણ બદામનું સેવન ન કરવું. બદામમાં હાઈડ્રોસાયનિક એસિડ હોય છે જે શ્વાસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.