સ્વર્ગની અનુભૂતિ કરાવશે નારાયણ સરોવર! પ્રમુખસ્વામીના જન્મ સ્થળ ચાણસદમાં હવે કીડીયાળું ઉભરાશે!

Wed, 05 Apr 2023-10:26 pm,

સંસ્થા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ ખાતે સરકાર અને BAPS  સંસ્થાના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે નારાયણ સરોવરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ સમારોહની વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તારીખ 9મી એપ્રિલે સાંજે 5:30 કલાકે કરશે. 

ચાણસદ  પ્રમુખ ઉધાન ખાતે સમારો સભા યોજાશે જે પ્રસંગે ભક્તિપ્રસાદ સ્વામી ઈશ્વરચરણદાસ સ્વામી સંતો સત્સંગીઓ, ભાવિક ભક્તો સહીત હજારો નાગરિકો ઉપસ્થિત રહેશે. બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજ એ  પૂર્વાશ્રમમાં શાંતિલાલ તરીકે બાળપણ અને કિશોરાવ્યવસ્થામાં ચાણસદના સરોવર યોજાતી તરણ સ્પર્ધા સહિત અનેક પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

રાજ્યના પ્રવાસ વિભાગ અને બીએપીએસના સંયુક્ત સહકારથી નવીનીકરણ કરાયેલ સરોવરનું નામ નારાયણ સરોવર આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તારીખ 9 ના રોજ લોકાર્પણ કરવાના છે. તેના ભાગરૂપે સંસ્થા દ્વારા તેમજ સરકાર દ્વારા માળ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે પણ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ ખાતે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નારાયણ સરોવર સહિત પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવેલા ડેવલોપમેન્ટને લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારી રહ્યા છે જેને લઇને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નારાયણ  સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link