Monsoon Health Tips: આ 5 આયુર્વેદિક હર્બ્સને ડાયટમાં કરો સામેલ, આખું ચોમાસું બીમારી આસપાસ પણ નહીં ફરકે
આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણથી ભરપૂર કહેવામાં આવી છે. તુલસી એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ અને એન્ટી ફંગલ ગુણથી ભરપૂર હોય છે. તુલસી ચોમાસામાં થતા સંક્રમણથી બચાવે છે. નિયમિત રીતે તેનું સેવન કરવું હોય તો તુલસીના પાનની ચા કે ઉકાળો બનાવીને પી શકાય છે.
ગિલોય ઈમ્યુનિટી બુસ્ટર છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને બીમારીઓથી બચાવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી, તાવ અને ફ્લુના લક્ષણોને ઘટાડે છે. વરસાદના વાતાવરણમાં રોજ ગિલોઇનો ઉકાળો પી શકાય છે.
આદુમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે. બીમારીઓ અને સંક્રમણથી બચાવ કરવામાં મદદ કરે છે. ચોમાસા દરમિયાન રોજ આદુને ઉપયોગમાં લેવું જોઈએ.
ઔષધીય ગુણથી ભરપૂર હળદર પણ ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. નિયમિત રીતે હળદરનું સેવન કરવાથી શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરની સોજાની સમસ્યાથી રાહત મળે છે.
વરસાદી વાતાવરણમાં ઉધરસ અને શરદી વારંવાર થઈ જાય છે આ તકલીફથી મુક્તિ મેળવવી હોય તો મુલેઠીનું સેવન કરવું જોઈએ. મુલેઠી વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. મુલેઠીની ચા કે ઉકાળો બનાવીને પી શકાય છે.