High Cholesterol દુર કરવું હોય તો રોજના આહારમાં આ 5 શાકભાજીનો કરો સમાવેશ
રીંગણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે. જેના કારણે તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો ડાયટમાં રીંગણા સામેલ કરવા જોઈએ
ડુંગળીનો ઉપયોગ શાકમાં તો કરવામાં આવે છે પરંતુ કાચી ડુંગળી ખાવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં જે ફાઇબર હોય છે તે કોલેજ રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને પણ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય તો ડુંગળી ખાવાની શરૂઆત કરવી જોઈએ.
ભીંડા એવું શાક છે જે દરેકને પસંદ હોય છે. ભીંડામાં ફાઇબર સૌથી વધારે હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેથી ભીંડાને પણ ડાયટમાં સામેલ કરવા જોઈએ.
લસણ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તેને કંટ્રોલમાં કરવા માટે લસણ ખાવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)