સામાન્ય જનતાને વધુ એક આંચકો! શાકભાજી બાદ વધી ગયા દૂધ, ખાંડ, ચાના ભાવ, જાણો નવા ભાવ

Mon, 07 Dec 2020-10:10 pm,

સોમવારે દેશના છુટક બજારમાં ખાંડનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વધીને 43 રૂપિયા 38 પૈસા થઇ ગયો. 

ખુલ્લી ચાના ભાવમાં પણ લગભગ 11.57 ટકાનો વધારો જોવા મળ્યો. હવે ચા પત્તીનો ભાવ 27.58 રૂપિયા વધીને 266 રૂપિયા પર પહોંચી ગયો.

આ ઉપરાંત દૂધના ભાવમાં લગભગ 7 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ પણ 3.26 પૈસા વધીને 50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. 

તો બીજી તરફ શાકભાજીની વાત કરીએ તો 30 નવેમ્બર પછી 7 ડિસેમ્બર સુધી ટમાટર 37.87 ટકા મોંઘું થઇ ગયું છે. છુટક બજારમાં આજે ટામેટાનો ભાવ 49.88 રૂપિયા પ્રતિ કિલો પર છે.

જોકે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડાના સમાચાર છે. આંકડા અનુસાર પામ તેલનો ભાવ 102 રૂપિયાથી સરકીને 92 રૂપિયા પર આવી ગયું છે. આ ઉપરાંત સુરજમુખી તેલનો ભાવ 124 રૂપિયાથી સરકીને 123 રૂપિયા પર આવી ગયો છે. આ ક્રમમાં મગફળીનું તેલ 156 થી 145 અને સરસિયું તેલ પણ 135 થી 132 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. 

ઘઉં, ચોખા અને લોટના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઘઉંનો ભાવ 29 રૂપિયાથી સરકીને 24 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે છુટક બજારમાં લોટનો ભાવ 32 રૂપિયાથી સરકીને 28 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ચોખાની સાથે ચણા દળ અને અડદની દાળમાં પણ ઘટાડો નોંધાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link